ગત વર્ષ જેવી ફરીવાર જાે હોનારત થશે તો સંબંધિત તમામ સામે કોર્ટ રાહે કાર્યવાહી કરવા પણ ચિમકી
જૂનાગઢ શહેરમાં આવેલા દુર્વેશનગરના રહેવાસીઓમાં હાલ ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. કારણ કે, ચોમાસું તદન નજીક આવી રહ્યું છે અને તેની સામે મનપા તંત્ર દ્વારા દુર્વેશનનગર નજીક આવેલા વોકળાની સફાઈ કરવામાં આવી નથી, ઉંડો ઉતારવમાં આવ્યો નથી અને છેલ્લા એક વર્ષથી રજુઆતો કરવા છતાં આ રજુઆતોને ઘોળીને પી જનાર મનપા તંત્રના પેટનું પાણી હલતું નથી તેવા સંજાેગોમાં ગત વર્ષે સર્જાયેલી જળહોનારત જેવી ઘટના ફરીવાર ન સર્જાઈ તેવો ભય લોકોમાં જાેવા મળે છે અને આખરે ગઈકાલે આ વિસ્તારના મહિલાઓ દ્વારા કમિશ્નર તેમજ મેયરને તાત્કાલીક અસરથી કાળવાના વોકળાની સફાઈ કરવાની માંગણી કરી છે. એટલું જ નહી જાે ગત વર્ષ જેવી જળ હોનારતની ઘટના બનશે તો તેના માટે જવાબદાર ગણી અને કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચિમકી પણ આપી છે.
જૂનાગઢમાં ગત ચોમાસા દરમ્યાન અતિભારે વરસાદમાં જળ હોનારતમાં કાળવાના કાંઠે વસેલું દુર્વેશનગર આખું ડુબી ગયેલ અને રહેણાંક મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે હાલ ચોમાસું માથે છે અને અહી પ્રિ-મોન્સુન કામગીરીના નામે મીંડું હોય જેથી તેમના વિસ્તારમાંથી પસાર થતા વોંકળાની સફાઈ કરવાની માંગ સાથે મહિલાઓએ મનપા કચેરીમાં રજુઆત કરી હતી. દુર્વેશનગરના રહેવાસીઓને કહેવું છે કે, ગત વર્ષે તા.ર૯-૬ અને તા.રર-૭ના રોજ બે વખત જૂનાગઢમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જે સ્થિતિ થવાનું કારણ મહાપાલિકાના અધિકારીઓની અણઆવડતના લીધે થયેલ હતું. તે જળ હોનારત કુદરતી નહી પરંતુ કુત્રિમ આફત હતી. જેથી હવે માથે ચોમાસું છે અને આ વર્ષે પણ ભારે વરસાદ વરસે તો તેમના વિસ્તારમાં ફરીથી હોનારત થવાની દહેશત છે જેથી લોકોના જીવ અધ્ધર છે. એક વર્ષ થયું છતાં હજુ તેમના વિસ્તારમાં કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી રહી નથી. તેમના વિસ્તારમાંથી પસાર થતો કાળવાનો વોંકળામાં ગંદા પાણી ભરાયેલા છે. જેના પરિણામે તેમના તળમાં બોરમાં ગંદા પાણી ઘુસી ગયા છે. વોંકળાની સફાઈના અભાવે અને ગત વર્ષની હોનારતથી હાલ તેમના વિસ્તારમાં નીચેના માળે રહેતા ભાડુઆતો પણ મકાન ખાલી કરી જતા રહ્યા છે. તો તેઓ તો માલિકીના મકાન છે તેઓ મકાન ખાલી કરીને જાય તો કયાં જાય જેથી તેમના વિસ્તારમાં તાત્કાલીક વોંકળાની સફાઈ થાય અને વોંકળા ઉંડા ઉતારવામાં આવે એવી માંગ સાથે મહાપાલિકા કચેરીમાં કમિશ્નર અને મેયરને રજુઆત કરી હતી.