જૂનાગઢ રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાયજાદાનું અવસાન : સાંજે પ્રાર્થનાસભા

0

મુળ કુકસવાડા હાલ જૂનાગઢ નિવાસી ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮) તે નિવૃત પીએસઆઈ તેમજ રાજપુત સમાજ જૂનાગઢના પ્રમુખ અને સુખદેવસિંહના મોટાભાઈ તથા કનકસિંહના અને જસપાલસિંહના પિતા તેમજ શકિતસિંહ અને રાજેન્દ્રસિંહના મોટાબાપુ તથા કિર્તીદેવસિંહ, ભવ્યરાજસિંહના દાદાબાપુનું તા.૧૮ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ઘનશ્યામસિંહ રાયજાદા આજથી સાડા ત્રણ દાયકા પુર્વ જૂનાગઢ લોકલક્રાઈમ બ્રાન્ચમાં અકિલાના પત્રકાર વિનુભાઈ જાેષીના પિતાજી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એએસઆઈ શિવલાલભાઈ જાેષી સાથે ફરજ બજાવતા હતા. જે તે વખતે આ જાેડી એ ક્રાઈમ બ્રાન્ચમાં અનેક અણઉકેલ ગુનાઓના ભેદ ઉકેલી અને પ્રસંશનીય કામગીરી બજાવેલ બાદમાં શિવલાલભાઈ જાેષી વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા અને ઘનશ્યામસિંહ રાયજાદાને પીએસઆઈ તરીકે બઢતી મળતા તેઓની ભાવનગર જીલ્લામાં બદલી થતા તેમને વરતેજ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવતા ત્યાં પણ તેઓએ કાયદો અને વ્યવસ્થાની સુંદર જાળવણી કરી ખુબ લોકચાહના મેળવી અને વય મર્યાદાના કારણે તેઓ પણ નિવૃત થયેલ અને નિવૃત થયા બાદ પણ તેઓ જૂનાગઢ રાજપુત સમાજમાં પ્રમુખ તરીકે સેવા આપતા હતા. તેઓની અચાનક વિદાયથી રાજપુત સમાજને મોટી ખોટ પડી છે. શનિવારે બપોરે જાેષીપરા સ્થિત સરિતા સોસાયટી ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી તેમાં રાજપુત સમાજના આગેવાનો નિવૃત ડીવાયએસપી રઘુવિરસિંહ ચુડાસમા, જીતેન્દ્રસિંહ સોલંકી, કરણી સેનાના જૂનાગઢના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના જાેડાયા હતા અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે સદગતની પ્રાર્થનાસભા અને બેસણું સાંજે ૪થી ૬ કલાકે સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, શિવનગર સોસાયટી, જાેષીપરા, જૂનાગઢ ખાતે રાખેલ છે.

error: Content is protected !!