૪૪.૧ ડિગ્રી તાપમાન સાથે જૂનાગઢ અગન ભઠ્ઠીમાં ફેરવાયું

0

ગઈકાલે રવિવારે સવારથી અગન વર્ષાને પગલે જનજીવન પ્રભાવિત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગરમીનું પ્રમાણ આકરૂ થઈ રહ્યું છે અને આગાહી મુજબ હિટવેવ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. દરમ્યાન ગઈકાલે રવિવારે સવારથી જ અવકાશમાંથી અગન વર્ષા વરસી હતી અને જૂનાગઢ શહેર અગન ભઠ્ઠીમાં ફેરવાયું હતું અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રવિવારે રેકોર્ડ બ્રેક હાઇએસ્ટ ૪૪.૧ ડિગ્રી તાપમાનથી સમગ્ર જૂનાગઢ સહિત સોરઠમાં હાહાકાર મચી ગયો હતો. સવારથી જ આકાશમાંથી અગનવર્ષા વધુ લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. સવારે જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન ૨૮.૮ ડિગ્રી રહ્યું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા રહ્યું હતું પરંતુ શનિવારની રવિવારે પણ બપોરની શરૂઆત થતાની સાથે જ ધરતી ધગધગવા લાગી હતી અને મધ્યાહને તો જ્વાળામુખી ફાટયો હોય એવી અનુભૂતિ થઈ હતી. શનિવારની સરખામણીએ રવિવારની બપોરે મહતમ તાપમાનનો પારો ૦.૫ ડિગ્રી ઉપર ચડીને ૪૪.૧ ડિગ્રીએ પહોંચી ગયો હતો. આમ રવિવાર સીઝનનો સૌથી વધુ ભયંકર ગરમ દિવસ રહ્યો હતો. ભીષણ ગરમીની સાથે ૭.૨ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા વાતાવરણ વધુ અગન ભઠ્ઠીમાં ફેરવાઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાન સતત વધી રહ્યું હોય નવા સીમા ચિન્હ નોંધાયા છે. રવિવારે સૂર્ય દેવતાએ હાહાકાર મચાવતા રસ્તાઓ, બજારો આખો દિવસ લગભગ સૂમસામ રહી હતી. આકરી ગરમીથી કંટાળી લોકો સાંજ થતા જ ભવનાથ ખાતે ઉમટી પડયા હતા અને મોડી રાત્રિ સુધી તળેટી વિસ્તારમાં શહેરીજનોનો જમેલો જાેવા મળ્યો હતો. બીજી તરફ હજુ ૩ દિવસ સુધી હિટવેવ રહેનાર હોવાથી લોકોએ ગરમી લાગે નહિ તે માટે સાવચેતી રાખવી આવશ્યક છે.

error: Content is protected !!