જૂનાગઢમાં આર્થિક સંકડામણથી વિલીંગ્ડન ડેમમાં પડી જીવનનો અંત આણ્યો

0


જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં પડી અને એક યુવાને આપઘાત કર્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢમાં વિલીંગ્ડ ડેમમાં યુવાન પડયો હોવાની જાણ થતા ફાયર વિભાગના સ્ટાફ દ્વારા સતત છ કલાકની શોધખોળ કર્યા બાદ મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. દરમ્યાન આ બનાવ અંગે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવતા ભવનાથ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ભવનાથ પોલીસે આપેલી વિગત અનુસાર દરમ્યાન મૃતક યુવાન હિતેષભાઈ જીકાભાઈ રાઠોડ કોળી(ઉ.વ.૪૭) રહે.કડીયાવાડ, શિવમ એપાર્ટમેન્ટ વાળા હોવાનું બહાર આવ્યું હતું અને આર્થિક સંકડામણના કારણે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવેલ છે.

error: Content is protected !!