શનિવારે માળીયાહાટીનાના જલંધર ગીર ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા ત્રિવીધ કાર્યક્રમો

0

જ્ઞાતીની વાડીનું ભૂમિ પૂજન પુ. મુકતાનંદ બાપુના હસ્તે કરાશે : પુ. જેન્તીરામ બાપા સુખરામદાસબાપુ સહિતના સંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે : પંચકુંડી યજ્ઞ, સંતોના સામૈયા, ભોજન સમારંભ સહિતના આયોજનો

આગામી તા.રપને શનિવારના રોજ માળીયાહાટીના તાલુકાના જલંધર(ગીર) ગામે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા ત્રિવીધ સમારોહનું આયોજન કરાયું છે. જેમાં સવારે ૮ કલાકે પંચકુંડી યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે ર.૧પ કલાકે અખિલ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુ સહિત સંતોના સામૈયા કરાશે અને બપોરે ૩ કલાકે પુ. મુક્તાનંદબાપુના હસ્તે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીનું ભૂમિ પૂજન કરાશે. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય જયશેભાઈ રાદડીયા, પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ, ભીખાભાઈ જાેષી, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, હીરાભાઈ જાેટવા, લક્ષ્મણભાઈ યાદવ, મનોજભાઈ જાેષી, કૈલાશબેન થેગડા તેમજ શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, જયંતિભાઈ તેરૈયા, જૂનાગઢના એસપી હર્ષદ મહેતા, ગાંધીનગર એસપી ચિંતન તેરૈયા તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમ મહેતા, વાસુદેવભાઈ જાેષી, સંજયભાઈ દવે, જીતુભાઈ બોરીસાગર, પુર્વ પ્રમુખ ભીખુભાઈ જાેષી, જયવીનભાઈ દવે, રસીકભાઈ જાેષી, દિવ્યકાંતભાઈ જાેષી, મુળશંકરભાઈ તેરૈયા, મયુરભાઈ મહેતા સહિતના જ્ઞાતિજનો વિભાગીય પ્રમુખઓ તેમજ પત્રકારઓ વિનુભાઈ જાેષી, ગીજુભાઈ વિકમા, સીવી જાેષી, મનોજ તેરૈયા, જયેશ ભરાડ, રેનિશ મહેતા, પંકજ વેગડા, કમલેશ મહેતા, વિનુભાઈ પુરોહિત વગેરે ઉપસ્થિત રહેશે. તેમજ સાધુ-સંતોમાં પુ. મુકતાનંદ બાપુ, પુ. જેન્તીરામ બાપા, પુ. નિલકંઠ ચરણસ્વામી, પુ. રામબાલકદાસ બાપુ, જગુરામબાપા, નિજસ્વરૂપાનંદ સરસવતીજી, રતીદાદા મહેતા, સુખદેવ બાપુ તેમજ મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત પુ. સુખરામદાસ બાપુ સહિતના સંતો આશિવર્ચન પાઠવશે અને શનિવારે સવારથી જ ત્રિવીધ સમારોહ ૮ વાગ્યે પંચકુંડી યજ્ઞ સાથે પ્રારંભ થશે. બપોરે રઃ૧પ કલાકે પુ. મુકતાનંદબાપુ સહિત પધારેલ સંતોના વાજતે ગાજતે ભવ્ય સામૈયા કરાશે અને બપોરે ૩ કલાકે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીનું પુ. મુકતાનંદ બાપુના હસ્તે ભૂમિ પુજન અને યજ્ઞનું બીડુ હોમાશે અને સાંજે ૪ વાગ્યે મહેમાનોનું સન્માન અને ૭ઃ૩૦ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ઃ૩૦ કલાકે ભાયાવદરના કાનગોપીનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ જલંધર ગીરના મહેશભાઈ મહેતા, રજનીકાંતભાઈ ભરાડ અને તેની ટીમ ભારે જહેમત ઉઠાવે છે.

error: Content is protected !!