વિસાવદર તાલુકાના ભલગામની સીમમાંથી ખનીજ ચોરીના બનાવ અંગે બે સામે ફરિયાદ નોંધાઈ છે. વિસાવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ વિરાભાઈએ ભલગામના હાથીભાઈ બાવકુભાઈ બસીયા અને ભવદીપભાઈ હાથીભાઈ બસીયા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓએ અગાઉ વિસાવદર પોલીસ સ્ટેશનના સીઝ કરેલ ખનીજના ઢગલાઓ પૈકી ઢગલા નંબર ૧૪, ૧પ તથા ૧૬ જે ત્રણ ઢગલાઓ મળી કુલ ૬૭.૩ર ઘન મીટર સોફટમોરમ ખનીજનું સંગ્રહ થયેલ ઢગલાઓમાંથી ૧૦૦.૩૦૬૮ મે.ટન સોફટ મોરમ ખનીજ(સ્પે.ગ્રેવીટી ૧.૪૯ લેખે ગણતરી કરતા) જે મુજબ ગણતરી કરતા ખનીજ કિંમત ૧પ૦ લેખે રૂા.૧પ૦૪૭ તેમજ પર્યાવરણીય નુકસાની વળતરના ૬૧૬૯ આમ મળીને કુલ રૂા.ર૧,ર૧૬ ખનીજ કિંમતની સોફટમોરમ ખનીજની ચોરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.