જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં કાળઝાળ ગરમી સામે પ્રાણીઓને ઠંડક આપવા આગવી વ્યવસ્થા ગોઠવાઈ

0

બરફ, ફુવારા અને નેટનો ઉપયોગ કરાયો

જૂનાગઢ શહેરમાં આવેલ પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગ્રાહલયમાં રહેતા પ્રાણી-પક્ષીઓ માટે ગરમીના આ સમયમાં ઠંડક અને રાહત મેળવવા માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ગરમીમાં રાહત આપવા માટે પ્રથમ વખત એન્ટ્રી ગેઈટ તેમજ ખુલ્લી જગ્યામાં પણ નેટ અને ફોગર લગાવવામાં આવ્યા છે. જેથી ગરમી સામે રાહત મળી શકે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ,પક્ષી અને પ્રાણીઓને ગરમીથી રાહત આપવા બરફ, ફુવારા અને નેટનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આ રીતે કરવાથી ગરમીમાં ૧૦ ડિગ્રીનો ઘટાડો કરી શકાય છે. આ અંગે સક્કરબાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં જૂનાગઢ શહેરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી ગયો હતો. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ગરમીથી રાહત આપવા બરફ, ફુવારા અને નેટનો ઉપયોગ કરાઇ રહ્યો છે. ખાસ કરીને મગર વગેરે જળચર જીવોના પાણીના કુંડામાં બરફ નંખાય છે. જેથી વાતાવરણની ગરમી ઓછી લાગે. જ્યારે સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓના પાંજરામાં પણ બરફની પાટો મૂકાય છે તેમજ સ્પ્રિંકલર- ફૂવારા મૂકી ગરમી ઓછી લાગે તે માટે પ્રયાસ કરાય છે. જ્યારે પક્ષીઓના પાંજરા પણ ફૂવારા અને નેટ લગાવી દેવાઇ છે. ઠંડક માટે દરરોજ આશરે ૩૫૦ કિલોથી વધુ બરફનો ઉપયોગ કરવામાં આવે છે. વિશેષમાં રીંછ અને મોમોઝ માટે વિવિધ ફ્‌ર્ુટની આઇસ કેન્ડી બનાવીને અપાય છેે જેથી તેમના શરીરનું તાપમાન જળવાઇ રહે અને તેને હેલ્ધી ફૂડ મળી શકે.

error: Content is protected !!