જૂનાગઢમાં ગરમીએ રેકોર્ડ તોડયો : તાપમાનનો પારો ૪૪.૭ ડિગ્રીને પહોંચતા જનજીવન પ્રભાવિત

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કાળઝાળ ગરમીનું સતત આક્રમણ રહે છે અને તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડી જતા જનજીવન પ્રભાવિત બનેલ છે. ગઈકાલે મંગળવારનો દિવસ જૂનાગઢવાસીઓ માટે આગ બનીને વરસ્યો હતો. ર૦૧૯ પછી પ્રથમવાર જૂનાગઢમાં તાપમાનનો પારો ૪૪.૭ ડિગ્રીએ પહોંચી જતા જૂનાગઢની બજારો બપોરે સુમસામ બની હતી. દિવસ દરમ્યાન આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તેવા માહોલ વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું હતું. છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ ગરમીએ તોડયો છે અને ૪૪.૭ ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું હતું. દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધિમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર છેલ્લા ૩૦ વર્ષમાં ર૦૧૮ અને ર૦ર૦માં મે મહિનામાં ગરમીનો પારો સતત રપ દિવસ સુધી ૪૦ ડિગ્રીને પાર રહેવા પામ્યો હતો અને હાલ ર૦ર૪માં છેલ્લા કેટલાય દિવસથી તાપમાનનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રી આસપાસ રહ્યો છે. દરમ્યાન હજુ પણ તાપમાન ૪પ ડિગ્રીએ રહે તેવી શકયતા છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી વાળા રસ્તા ઉપર મોટાભાગે ગરમીની અસર જાેવા મળી હતી. આ ઉપરાંત અગન વર્ષાને કારણે જાેષીપરા, ઝાંઝરડા રોડ, મધુરમ રોડ, ગરનાળા ફાટક સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓના ડામર ઓગળી ગયાના બનાવો બન્યા હતા.

error: Content is protected !!