મેંદરડા તાલુકાના અંબાળા ગામની સીમમાં ગેરકાયદેસર મંડળી રચી હુમલો : સામસામી ફરિયાદ

0

જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના અંબાળા ગામની સીમમાં ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર મેંદરડા તાલુકાના અંબાળા ગામની સીમમાં બનેલા બનાવમાં પોલીસે આપેલી વિગત અનુસાર માલણકા ગામના મગળુભાઈ સાર્દુલભાઈ જેબલીયા(ઉ.વ.૩૩)એ દયાબેન ભનુગર મેઘનાથી, વિનોદગર મેઘનાથી, સોનલબેન ભનુગર મેઘનાથી, સંજયભાઈ મેઘનાથી, વિજયભાઈ મેઘનાથી રહે.તમામ અંબાળા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી પોતાની જમીનમાં પાણીનો રી બોર કરતા હોય તે દરમ્યાન આ કામના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા પ્રાણઘાતક હથિયાર લોખંડનો પાઈપ તથા લાકડીઓ ધારણ કરી આવી ફરિયાદી તથા સાહેદોને ભુંડીગાળો આપી લોખંડના પાઈપ તથા લાકડી વડે આડેધડ માર મારી ઈજા કરી ફરિયાદી તથા સાહેદને મોઢા ઉપર ચટણી ઉડાળી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની વિવાદીત જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આરોપીઓએ જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. જયારે આ બનાવના અનુસંધાને અંબાળા ગામના દયાબેન ભનુગીરી મેઘનાથી(ઉ.વ.પર) રહે.અંબાળા વાળાએ મંગળુભાઈ સાર્દુલભાઈ જેબલીયા, રાજન સાંગાણી, જગુભાઈ રામાણી, ભુપતભાઈ દરબાર, રણજીત રહે. તમામ માલણકા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા આરોપી નં-૧ની વિવાદીત જમીનમાં ધ્રીલ ચાલતું હોય જે ધ્રીલ બંધ કરાવવા માટે ફરિયાદી તથા આ કામના સાહેદો જતા આ કામના આરોપીઓએ ભુંડી ગાળો બોલી ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઈરદો પાર પાડવા પ્રાણઘાતક હથિયાર લોખંડનો પાઈપ તથા લાકડી ધારણ કરી આવી ફરિયાદી તથા સાહેદોને આડેધડ માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ધ્રીલ ચાલકે ફરિયાદીની વિવાદીત જમીનમાં દાર કરવા ગેરકાયદેસર પ્રવેશ કરી દાર કરી આરોપીઓએ જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરી છે. આ બનાવની વધુ તપાસ મેંદરડાના પીએસઆઈ એસ.એન. સોનારા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!