ભેસાણ તાલુકાના કરીયા ગામે સિંહે વૃધ્ધ ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અપાઈ

0

ભેસાણ તાલુકાના કરીયા ગામે એક ખેતરમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં મારણ ઉપર બેઠેલા એક સિંહની બીજા લોકો રાડો પાડીને પજવણી કરતા હતા. રાડો સાંભળીને બાજુના ખેતરમાં કામ કરતા એક વૃધ્ધ ત્યાં જાેવા જતા સિંહે તેના ઉપર હુમલો કરી તેમનો પગ પકડીને બચકા ભરી લેતા તેને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયા છે. ભેસાણ તાલુકાના કરીયા ગામે સીમમાં વાડી ધરાવતા ધીરૂભાઈ વાળા(ઉ.વ.૬પ) નામના વૃધ્ધ શનિવારની સાંજે પાંચ વાગ્યાના અરસામાં પોતાની જ વાડીમાં પક્ષીઓ અને પ્રાણીઓને પાણી પીવા માટે બનાવેલા કુંડામાં પાણી ભરી રહ્યા હતા એ વખતે ત્યાં નજીકમાં જ સિંહે એ પશુનું મારણ કર્યું હતું. આથી બીજા લોકોએ હાકોટા અને રાડો પાડી સિંહની પજવણી શરૂ કરી હતી. આથી સિંહ ભડકયો હતો અને દોડીને પગમાં બચકા ભરી લીધા હતા. આથી તેમને સારવાર માટે ૧૦૮માં જૂનાગઢ સિવીલમાં ખસેડાયા હતા જયાં તેમના પુત્રએ સમગ્ર ઘટના વર્ણવી હતી. બનાવ અંગે વન વિભાગે જવાબદારો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!