રૂા.૩ કરોડના ખર્ચે નવનિર્મીત પામેલા જૂનાગઢ મનપા સંચાલિત સ્વિમીંગ પુલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગણી

0

જૂનાગઢ મનપા સંચાલિત સ્વિમીંગ પુલ રૂા.૩ કરોડના ખર્ચે નવનિર્માણ પામ્યો છે અને આ સ્વિમીંગ પુલનું કાયદેસર રીતે ઉદઘાટન પણ થયું નથી તેવા આ સ્વિમીંગ પુલના ૩ કરોડના ખર્ચે રિનોવેશન બાદ આજીવન સભ્યો માટે સ્વિમીંગ પુલ ખોલી નાખવામાં આવ્યો છે અને માસિક તથા વાર્ષિક સભ્યો માટે મનપાએ ફોર્મ લેવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન આ સ્વિમીંગ પુલની છેલ્લા કેટલાક દિવસોથી દુર્દશા થઈ રહેલી હોવાના બનાવો બનવા પામેલ છે. મહિલાના બેચના સમયે મોટી સંખ્યામાં પુરૂષ યુવાનો સ્વિમીંગ પુલમાં દુબાકા મારી રહ્યા છે અને તેને રોકવા માટે કોઈ સિકયુરીટી પણ નથી ત્યારે ૩ કરોડના ખર્ચે નિર્વાણ પામેલા આ સ્વિમીંગ પુલના જાળવણી માટેની માંગણી કરવામાં આવી છે તેમજ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં આવારા તત્વોની રંજાડ અને ઘુંસપેઠ વધી ગઇ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. દરમ્યાન આ બાબતે એ ડિવીઝન પોલીસને અરજી કરી જાણ કરાઇ છે. સાથે મહિલા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરના ટાઉન હોલ પાસે મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલ આવેલો છે. થોડા સમય પહેલા જ શરૂ થયેલા સ્વિમીંગ પુલમાં અનેક લોકો સ્નાનની મજા માણવા તેમજ સ્વિમીંગ શિખવા માટે આવે છે. દરમ્યાન આ સ્વિમીંગ પુલ ઉપર આવારા તત્વોનો ત્રાસ પણ વધી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે, બપોરના ૧ થી ૪ દરમ્યાન સ્વિમીંગ પુલ બંધ રખાય છે. ત્યારે આ સમયે જ આવારા તત્વોનું ટોળું ઝાળી ટપીને અંદર ઘુંસી ગયું હતું. ટોળાએ ઝાળી કાઢી નાંખી હતી. આ રીતે ટોળું ઘુંસી ગયાની જાણ થતા તુરત જ ૧૦૦ નંબર ડાયલ કરી પીસીઆર વાન બોલાવાઇ હતી. પોલીસે આવીને બધાને બહાર કાઢ્યા હતા. બાદમાં આ મામલે એ ડિવીઝનમાં લેખીત અરજી આપી આવારા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે. સાથે મહિલા પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરાઇ છે. આ ઉપરાંત અહિં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. માટે જરૂર પડ્યે પોલીસને સીસીટીવી ફૂટેજ પણ તપાસ માટે અપાશે.

error: Content is protected !!