જૂનાગઢના કૈલાશ નગર દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા અને દાતાર રોડ ઉપર આવેલ શ્યામ ચેમ્બર ખાતે કલરની દુકાન ધરાવતા વેપારી વરૂણભાઇ કિશોરભાઈ ચાવડા(ઉ.વ.૩૯) શનિવારે સવારે દુકાનમાં કામ કરતા જયેશભાઈ સાથે દુકાન ઉપર હતા ત્યારે વિજાપુર ગામના સરપંચ પરેશભાઈ મોરવાડિયાએ નવનીત ચાવડા નામના શખ્સ સાથે દુકાનમાં ઘુસી આવી તું કેમ સોશિયલ મીડિયામાં અમારા મેસેજ વાયરલ કરે છે તેમ કહેતા વેપારીએ મારે તમારી સાથે કોઈ લેવાદેવા નથી કેમ કહેતા બંને જણાએ ગાળો કાઢવાનું શરૂ કરી પરેશભાઈએ આંખોમાં ચટણી ઉડાડી દેતા વરૂણભાઇને આંખોમાં બળતરા થતાં તેમની ચીસ સાંભળીને દુકાનમાં કામ કરતા જયેશભાઈ આવતા તેને તું દુકાન બારો નીકળી જા નહીંતર તારો પણ વારો છે તેમ કહેતા તેઓ બહાર નીકળતા હતા ત્યારે તેમની પાછળ પાછળ બંને શખ્સ પણ દુકાન બહાર નીકળી ફરી દુકાનમાં આવી પરેશ મોરવાડિયાએ લોખંડના પાઇપ વડે ફટકારી અને નવનીતે છરીથી હુમલો કરી વેપારીને ગંભીર પ્રકારની ઈચ્છા પહોંચાડી તેના ખિસ્સામાંથી વેપારના રૂપિયા ૨૦૦૦ની લૂંટ ચલાવી ધમકી આપીને નાસી ગયા હતા. આ હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા વરૂણ ચાવડાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે ફરિયાદ લઈ સરપંચો સહિત બે ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.