દેશમાં રોજનાં ૧ર૬૩ માર્ગ અકસ્માતનાં બનાવમાં સરેરાશ ૪૬૧ લોકોનાં મૃત્યુ

0

ભારતમાં દરરોજ ૧૨૬૩ માર્ગ અકસ્માતો થાય છે. જાે ૨૪ કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ૪૬૧ લોકોના મોત થાય છે. દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ એવી અપેક્ષા હતી કે માર્ગ દુર્ઘટનાઓની સંખ્યા ઘટશે, પરંતુ તેમ થયું નથી. બીજી તરફ અમેરિકામાં એક વર્ષમાં ૧૯ લાખ માર્ગ અકસ્માત થાય છે, પરંતુ તેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા માત્ર ૩૬૫૬૦ હોય છે.
પાંચ વર્ષ પહેલા અમલમાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડની રકમમાં અનેકગણાનો વધારો કરાયો હતો. તેની પાછળનો ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે દેશમાં દર વર્ષે ચાર લાખથી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને આ અકસ્માતોમાં મરનાર લોકોની સંખ્યા જાેઈએ તો ભારતે ઘણા વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે.

 

error: Content is protected !!