મેંદરડા પંથકની સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા ગુનો દાખલ

0

મેંદરડા પંથકની સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મેંદરડાના ખેડૂતની વાડીએ ખેત મજૂરી કામ કરતા માળિયા હાટીના તાલુકાના ગામના પરિવારની ૧૪.૭ વર્ષની સગીર વયની દીકરીને ગુરૂવારે વાડીએથી અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ તરૂણીના પિતાએ કરતા મહિલા પીએસઆઈ એસ.એન. સોનારાએ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!