જૂનાગઢના યુવકના આપઘાત કેસમાં ઝડપાયેલ સસરા અને અન્ય બે શખ્સને જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતા. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ શ્રીકુંજ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા સોપારીના વેપારી ગૌરવભાઈ પુરષોત્તમભાઈ ભૂતએ ૧૫ જૂનના રોજ ગળાફાંસો ખાઈ કરેલા આપઘાત અંગે મૃતકની પત્ની નેન્સી તથા તેના પિતા રાજેશભાઈ રામાનંદી, માતા પ્રજ્ઞાબેન તેમજ જૂનાગઢના વિજય રબારી, રમેશ ઓડેદરા, કોકન રબારી અને ભીલો ઉર્ફે મામો સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ થતાંની સાથે જ પીએસઆઇ આર.એમ. વાળાએ તપાસ હાથ ધરીને ગૌરવના સસરા રાજેશભાઈ વિઠ્ઠલદાસ રામાનંદી તેમજ વિજય ભારાભાઈ હુણ અને રમેશ પરબતભાઈ ઓડેદરાની ધરપકડ કરી ૭ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે રિમાન્ડની માંગ મંજૂર કરી ત્રણેયને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જેના પગલે જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. આ કેસમાં મૃતકની પત્ની, સાસુ અને અન્ય બે શખ્સની ધરપકડ કરવાની બાકી હોય આ આરોપીઓને ઝડપી લેવા પીએસઆઇ વાળાએ ચક્રો ગતિમાન કર્યા છે.