રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરાઈ

0

રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ દ્વારા તારીખ ૨૧ જૂન ૨૦૨૪ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં પૂજ્ય સદ્દગુરુ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશનના સહયોગથી યોગ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું, જેમાં ઈશા ફાઉન્ડેશનના વોલેન્ટિયર્સ દ્વારા યોગ સાધના કરાવવામાં આવી હતી તથા વિશ્વ સંગીત દિવસ નિમિત્તે સાંજે ઓપન સ્ટેજ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ, ‘લોકો માટે, લોકો દ્વારા’ થીમ આધારે વિવિધ વૈજ્ઞાનિક દિવસો, વિજ્ઞાનીઓના જન્મ દિવસો, શોધો અને વર્કશોપ્સ વગેરે આયોજિત કરે છે. દર વર્ષે, ૨૧ જૂનના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ મુજબ “સ્વયં અને સમાજ માટે યોગ” છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ દ્વારા પૂજ્ય સદગુરૂ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશનના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પૂજ્ય સદ્દગુરુ દ્વારા સ્થાપિત યોગ પદ્ધતિ દ્વારા ઈશા ફાઉંડેશનના વોલેન્ટીયર બંસી પોબારૂ, ધવલ આડેસરા, જાનવી આડેસરા, જતન સાંકલીયા, વર્ષા આડેસરા, પીયુસ સાવલીયા, શીતલ સાવલીયા, દિપક પરમાર, હિમાં દવે વગેરે મહાનુભાવો દ્વારા યોગ સાધના કરાવવામાં આવી હતી, આ યોગ સાધનામાં સૌથી પહેલા ૧૨ મિનિટનું ધ્યાનયોગ કરાવવામાં આવ્યું હતું. ધ્યાન એક સરળ અને શક્તિશાળી પ્રકિયા છે, જે સ્વાસ્થ્ય, ગતિશીલતા, શાંતિ અને સુખકારી છે, ત્યારબાદ ‘નમસ્કારમ’ યોગની સાધના કરાવવામાં આવી, જે સરળ અને શક્તિશાળી પદ્ધતિ છે જેમાં કરોડરજ્જુ સાથેના સ્નાયુઓને મજબુત બનાવે છે. આ યોગથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે ત્યારબાદ ત્રીજી યોગ પદ્ધતિ કરાવવામાં આવેલ કે જે ‘નાડીશુધ્ધીયોગ’ તરીકે ઓળખાય છે અને જે શરીરમાં આવેલ નાડીઓને સાફ કરે છે તથા તેના દ્વારા આંતરિક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે. આ સાથે એકાગ્રતામાં વધારો યાદશક્તિ અને કાર્યક્ષમતા સ્વસ્થ શરીર અને મન લાગણીઓ, તળાવ, ચિંતામાં ઘટાડો, આનંદ, શાંતિ અને પરિપૂર્ણતાની કાયમી ભાવના કેળવાય તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ એ છે કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. યોગ શબ્દ “યુજ” ધાતુ પરથી ઉતરી આવ્યો છે, યુજ એટલે જાેડાવું, વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવનદૃષ્ટિ દ્વારા કરી શકે છે. આ યોગથી માણસના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે. આ ઉપરાંત, રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ દ્વારા ‘વિશ્વ સંગીત દિવસ’ ની પણ ઉજવણી કરવામાં આવી, જેમાં ‘ઓપન સ્ટેજ પરફોર્મન્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ચાર કેટેગરીઓ જેવી કે સિંગિંગ વિથ કરાઓકે, સિંગિંગ વિથ મ્યુઝિક ઇન્સ્ટ્રૂમેન્ટ, મ્યુઝિક ઇન્સ્ટ્રૂમેન્ટ પ્લેઈંગ તથા ઓર્કેસ્ટ્રામાં લોકો પાસેથી ઓનલાઈન એન્ટ્રી મંગાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૩૮ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને સોલો, ડ્યુએટ અને ગ્રુપમાં ગાયન અને વાદન કલાઓ પ્રસ્તુત કરી હતી. આ કલાકારોમાં રાજકોટની વેસ્ટવુડ સ્કુલની ઓરકેસ્ટ્રા તથા નીર્વાના બેન્ડ દ્વારા ખાસ પરફોર્મન્સ આપવામાં આવ્યું, ૫ જેટલા કલાકારોએ સંગીત વાધ્યો વગાડી કલા બતાવી અને ૩૧ જેટલા સંગીત પ્રેમીઓએ કારાઓકે સાથે ગાયનો પ્રસ્તુત કર્યા. આ કાર્યક્રમમાં, શ્રી માલવ મારું, કે જેઓ તમામ પ્રકારના સંગીતના નિષ્ણાત, કોમ્પોઝર અને મ્યુઝીક એરેન્જર પણ છે અને હાલમાં તેઓ મારવાડી યુનિવર્સીટીમાં સંગીત અને નૃત્ય વિભાગના વડા તરીકે કાર્ય કરે છે, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને પ્રેરિત કર્યા હતા.

error: Content is protected !!