સોમવારે જૂનાગઢના ધો.૧૦-૧રના ૭૧૮૯ વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપશે

0

હાલ આગામી દિવસોમાં ધોરણ ૧૦ અને ૧રની પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે શહેરમાં કુલ ૧૮ બિલ્ડીંગો તૈયાર કરવામાં આવી છે. આ પરીક્ષા કેન્દ્રો ઉપર ૭૧૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં બિલ્ડીંગ દીઠ એક કલાસ વન, ટુ અધિકારી ફરજ ઉપર રહેશે. જૂનાગઢ જીલ્લા શિક્ષણ વિભાગના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એચ.એચ.સી અને એસ.એસ.સીની પુરક પરીક્ષા લેવાનાર છે. ત્યારે આ પરીક્ષા દરમ્યાન પરિક્ષાર્થીઓ કોઈપણ જાતના ભય વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા દરમ્યાન થતી ચોરીને ડામી શકાય સાથોસાથ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવું સુચારૂ આયોજન જૂનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ-ર૦ર૪ના માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ ૧૦ અને ૧ર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વર્ષ ન બગડે તે માટે પુરક પરીક્ષાનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. જેને લઈને જૂનાગઢ જીલ્લાના વિદ્યાર્થીઓ માટે આગામી તા.ર૪ જુનના પુરક પરીક્ષા શરૂ થનાર છે. આ પરીક્ષામાં એસ.એસ.સીના ૩૯૦૯ વિદ્યાર્થીઓ માટે ૧૧ બિલ્ડીંગો, એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ૭રર માટે ૪ બિલ્ડીંગો અને સામાન્ય પ્રવાહમાં રપપ૮ છાત્રો માટે ૩ બિલ્ડીંગો તમામ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. આમ ધોરણ ૧૦ અને ૧ર મળીને કુલ ૭૧૮૯ છાત્રો ૧૮ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપનાર છે. આમ શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ તે માટે પોલીસ સ્ટાફ તેમજ દરેક બિલ્ડીંગ દીઠ ૧ કલાસ વન-ટુ અધિકારીને ફરજ સોંપવામાં આવી છે. તેમજ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, કોમાં, ગલીમાં ચાર કરતા વધારે લોકોએ એકઠું થવું નહી. તેમજ કોપીંઈગ કરતા ઝેરોક્ષ કરતા વેપારીઓને મશીન ચલાવવા નહી. આવી રીતે સુપરવાઇઝર, પોલીસ, શિક્ષકો, અન્ય સ્કુલ સ્ટાફ સહિતના કે જેઓને પરીક્ષામાં ફરજ સોંપવામાં આવી હોય તેવા તમામે જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશનું પાલન કરવા અધિક કલેકટર એન.એફ. ચૌધરીએ જણાવ્યું છે. આ સુચનોનું પાલન નહી કરનાર સામે ફોજદારી પગાલ લેવામાં આવશે.

error: Content is protected !!