જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વર્ષ- ૨૦૨૩માં ચોમાસાના સિઝનની ૧૩ જૂનથી શરૂઆત થઇ હતી. સિઝાનની શરૂઆતમાં બિપરજાેય વાવાઝોડુ પણ આવ્યું હતું ત્યારે ૬ ઇંચ સુધીનો વરસાદ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ખાબક્યો હતો. આ વર્ષે ચોમાસાની શરૂઆત ૨૩ જૂન પછી થશે અને શરૂઆતના સમયમાં ૨ થી ૩ ઇંચ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું કે, આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ચોમાસાની શરૂઆત ૧૦ થી ૧૨ દિવસ મોડી થનાર છે. તેમજ વર્ષ- ૨૦૨૩માં ચોમાસાના સિઝનની શરૂઆત ૧૩ જૂનથી થઇ હતી. ત્યારે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં બિપરજાેય વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેરમાં ઠેર- ઠેર તબાહીના દ્રશ્યો જાેવા મળ્યા હતા. ક્યાં રસ્તાઓ ઉપર ભૂવા પડ્યા, શેરી- ગલીમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા, ઘરમાં પાણી ઘુસી ગયા સહિતની સ્થિતિ સર્જાઈ હતી. ૨૦૨૩માં શરૂઆતમાંજ ૬ થી ૭ ઇંચ વરસાદ પણ વરસ્યો હતો. પરંતુ આ વર્ષે હજુ જૂનાગઢમાં ચોમાસાની સિઝનની શરૂઆત થઇ નથી. સોરઠ પંથકમાં વાવણી લાયક વરસાદ પણ વરસ્યો નથી. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ૧૦ થી ૧૨ દિવસ વરસાદનો મોડો પ્રારંભ થશે અને ૨ થી ૩ ઇંચ શરૂઆતમાં પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દરમ્યાન ૧૫ જૂનથી ચોમાસાનો સતાવાર પ્રારંભ થયાને ૭ દિવસ વીતી જવા આવ્યા છતાં પણ હજુ મેઘરાજાનું આગમન નહિ થતા રાત્રિના તાપમાનમાં વધારો થયો છે. બુધવારે જૂનાગઢ ખાતે રાત્રીનું તાપમાન ૩૦.૮ ડિગ્રી રહ્યા બાદ ગુરૂવારની રાત્રિના તાપમાનનો પારો ઉપર ચડીને ૩૧.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો. સામાન્ય રીતે ચોમાસાના દિવસોમાં રાત્રિનું તાપમાન ડિગ્રી આસપાસ રહેતું હોય છે તેના બદલે વરસાદ કહેતા હતા રાત્રિના તાપમાનનો પારો ૩૧ ડિગ્રી ઉપર પહોંચી જતા રાત્રે ગરમી વધતા લોકો અકળાઈ ગયા હતા. આ જ પ્રમાણે શુક્રવારની સવારે લઘુતમ તાપમાન પણ સહેજ વધીને ૨૯.૬ ડિગ્રી નોંધાયું હતું. તેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા રહ્યું હતું. જ્યારે બપોરે વાતાવરણમાં ૪૮ ટકા ભેજ સાથે મહતમ તાપમાન ૩૮ ડિગ્રી સ્થિર રહ્યું હતું. બીજી તરફ પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૧૮.૨ કિલોમીટરે પહોંચી ગઈ હતી.