વિસાવદરમાં સમુહ લગ્નના નામે ૧૬ લોકો સાથે ૩.પર લાખની છેતરપિંડી

0

જૂનાગઢ જીલ્લાના વિસાવદર ગામે ત્રણ શખ્સોએ એક ઓફિસ ખોલી એક ખોટું ટ્રસ્ટ ઉભું કરી સમુહ લગ્ન કરાવવાની જાહેરાત કરી હતી. જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી પંથક સહીતના જીલ્લાના વર-કન્યા ૧૬થી વધુ પરિવારોએ લગ્ન માટે નોંધણી કરાવતા જાનકી જીવદયા ટ્રસ્ટના સંચાલકોએ રૂા.૩.પર લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, વિસાવદરના રઘુભાઈ ઉકાભાઈ રાઠોડએ વિસાવદર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમને વિસાવદર ગામે શાયોના પેટ્રોલ પંપ પાસે જાનકી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના નામે એક ઓફીસ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન કરાવવાની જાહેરાત કરવામાં આવતા જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના પંથકના પરિવારાઓ સમુહ લગ્ન માટે નોંધણી કમરાવી વર પક્ષ તરફથી રૂા.૧૧,૦૦૦ અને કન્યા પક્ષ તરફથી રૂા.૧૧,૦૦૦ મળી કુલ રૂા.રર,૦૦૦ રઘુભાઈ સહિત અન્ય ૧પ જેટલા વર-કન્યાના પરિવારોએ પણ ભર્યા હતા. જે સમુહ લગ્નની તા.૧૩-પ-ર૦ર૪ હતી પરંતુ લગ્નના ચાર-પાંચ દિવસ પહેલા ટ્રસ્ટના સંચાલક મુખ્ય આરોપી ભરતભાઈ ઉસદડીયાને ફોન કરીને પુછતા દાતાની તબીયત ખરાબ હોવાને લીધે લગ્ન કેન્સલ કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફોન બંધ આવતા અને ઓફિસના સ્થળે તપાસ કરતા ઓફિસ બંધ જાેવા મળી હતી. આથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડયું હતું. એ પછી અન્ય લોકો સાથે પણ આ જાનકી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવું કર્યું હોવાનું સામે આવતા સમગ્ર મામલો બહાર આવતા ટ્રસ્ટના સંચાલક ભરત ઉસદડીયા સહિત મહેશ પ્રેમજીભાઈ ગજેરા અને મનસુખ બાવાભાઈ વઘાસીયાએ કુલ રૂા.૩,પર,૦૦૦ની છેતરપિંડી આચરી હોવાને લીધે ત્રણેય સામે ગુનો નોંધાતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!