જૂનાગઢમાં ર૦ દિવ્સમાં આરટીઓમાંથી રપ૬ વાહનોને ફિટનેશ સર્ટીફિકેટ અપાયા

0

પરમિટ, પીયુસી, આરસી બુક, ફિટનેસ સર્ટીફિકેટ ન હોય એવા ૩૩ વાહન ચાલકોને ૧.૬પ લાખનો દંડ


રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળ જાગેલી સરકારે વાહનોમાં પણ ફાયર સેફટી તથા નિયમના ભંગ બદલ કાર્યવાહી કરવાના આદેશ આપતા ત્રણ સપ્તાહમાં જ જૂનાગઢ આરટીઓમાંથી રપ૬ વાહનોને ફિટનેસ સર્ટીફિકેટ અપાયા છે અને નિયમ ભંગ કરતા ૩૩ વાહનોને ૧.૬પ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. છેલ્લા ર૦ દિવસમાં આરટીઓ કચેરીમાંથી રપ૬ વાહનચાલકોને ફીટનેશ સર્ટીફિકેટ આપવામાં આવ્યા છે. આરટીઓની ચેકિંગ ઝુંબેશમાં ર૦ દિવસમાં પરમીટ, પીયુસી, આરસી બુક તથા ફિટનેશ સર્ટી ન હોય તેવા નીયમ નેવે મુકી ચાલતા ૩૩ વાહન ચાલકો સામે કેસ કરી ૧.૬પ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરટીઓની વાહનોમાં ફિટનેશ સર્ટી મામલે ચેકિંગ ઝુંબેશ કરવામાં આવી રહી છે. જેથી ફિટનેસ સર્ટી વગર દડતા વાહન ચાલકોમાં સર્ટીફિકેટ મેળવવા દોડધામ થઈ છે. આરટીઓ કચેરી ખાતે ફિટનેસ સર્ટી કઢાવવા વાહન ચાલકનો ધસારો જાેવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વાહનના ફિટનેસની કામગીરી ખાનગી કેન્દ્રને સોંપવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ જૂનાગઢ જીલ્લામાં વાહનના ફીટનેશ સર્ટીફિકેટ માટેનું એકપણ કેન્દ્ર નથી. આથી જે જીલ્લામાં વાહન ફીટનેશ માટેનું કેન્દ્ર નથી ત્યાં આરટીઓ કચેરી ખાતે જ આ કામગીરી કરવામાં આવશે.

error: Content is protected !!