ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓએ કરેલી જામીન અરજી અંગે દલીલો પુર્ણ : રપ જુને વધુ સુનાવણી

0

જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓએ જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી કરતા જૂનાગઢ સેશન્સ કોર્ટમાં બને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી. ગઈકાલે બંને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ હતી. જૂનાગઢ કોર્ટ હવે ર૫ જૂને જામીન મામલે હુકમ કરશે. ફરિયાદી સંજય સોલંકીના વકીલ સંજય પંડિતે જણાવ્યું હતું કે, જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી રાખવામાં આવી હતી. જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઇ જૂનાગઢ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા ત્યારે ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી મામલે આગામી તારીખ ૨૫ જૂને સુનાવણી રાખવામાં આવી છે. જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના કેસ મામલે તપાસ ગતિમાન છે અને આ કેસ મામલે ચાર્જસીટ પણ ફાઇલ કરવામાં આવ્યું નથી. ત્યારે પોલીસ દ્વારા પણ આ કેસને લઈ કોર્ટમાં અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે આગામી ૨૫ તારીખે કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપવા તે ન આપવા તે મામલે હુકમ કરવામાં આવશે. ફરિયાદ પક્ષના વકીલે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસ મામલેની વાંધા અરજીમાં આ કેસના આરોપીઓની વર્તણુક બાબતે તમામ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ કેસમાં પકડાયેલ આરોપીઓનો આ પ્રથમ ગુનો નથી. અગાઉ પણ આ ટોળકી અને ગુનાઓમાં આવેલી છે અને ગોંડલ તાલુકામાં આ ટોળકીની દહેશત છે. ત્યારે આ ટોળકી દ્વારા જે અગાઉ ગુનાઓ આચરવામાં આવેલા છે તે ગુનાઓની વિગત આધાર પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારે અગાઉ આ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે જાણે કે કાયદો તેમના ખિસ્સામાં હોય તેવી તેની વર્તણૂક હતી તે મામલે પણ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

error: Content is protected !!