ઓઝતના પુરે બામણાસા ઘેડમાં બનાવેલ ગેબિયન વોલને તોડી નાખી : હજારો વિઘા જમીનનું ધોવાણ

0

કેશોદના બામણાસા ઘેડ ગામે સિંચાઇ વિભાગ દ્વારા ઓઝત નદીના કાંઠે પથ્થરના ટુંકડાને વાયર ફેન્સિંગથી બોક્સ બનાવી ૧૬૦ મીટર લંબાઈ અને ૯.૭૦ ઉંચાઈ ધરાવતો સ્ટેપવાળો પુર સંરક્ષણ પાળો બનાવવામાં આવ્યો હતો. આ પાળો બનાવવા સરકારને અંદાજીત ૧ કરોડ ૨૪ લાખનો ખર્ચ થયો હતો. આ પાળો બનતો હતો ત્યારે ખેડુતોએ અધિકારીઓને આ પાળો બાજુમાં રહેલ કોંક્રિટની દિવાલ બરોબર એટલે ૧ મીટર ઉંચો રાખવા વિનંતી કરાઇ હતી છતાં અધિકારીઓ માન્યા ન હતાં તેથી આ પાળો ધોવાણના આક્ષેપ કર્યા હતાં. જયારે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક એન.જે. વઘાસિયાએ નકશામાં બતાવેલ પાવાના ધારાધોરણ પ્રમાણે બનાવ્યાનું જણાવ્યું હતું. જાે ખેડૂતોએ તેમ કહ્યું હોય અને અધિકારીઓ ન માન્યાં હોય તો ખેડૂતો તેની વાત ઉપર સાચા ઉતર્યા ગણી શકાય. હાલ પાળો ધોવાતાં ખેડૂતો અસહ્ય નુકશાનીનો માર સહન કરી રહ્યાં છે.

error: Content is protected !!