જૂનાગઢ જીલ્લામાં ગત વર્ષ કરતા બાલવાટીકામાં ૭૪૦૧ અને ધો.૯માં ૯૬૪૪ છાત્રો ઘટ્યા

0

જૂનાગઢ જિલ્લામાં ૭૧૭ પ્રાથમિક શાળા, ૨૨૩ માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિક શાળાઓમાં તારીખ ૨૬ થી ૨૮ જૂન ત્રણ દિવસીય પ્રવેશોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં બાલવાટીકા, ધોરણ ૧, ૯ અને ૧૧માં નવા છાત્રોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે જાણે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશોત્સવ ફળ્યો ન હોય તેવી સ્થિતી જાેવા મળી છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બાલવાટીકામાં ૭૪૦૧, ધોરણ ૯માં ૯૬૪૪ અને ધોરણ ૧૧માં ૩૩૪૨ બાળકોનો ઘટાડો નોંધાયો છે. આ અંગે શિક્ષણાધિકારી કચેરીએથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લામાં ૭૧૭ પ્રાથમિક શાળા, ૨૨૩ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ દિવસીય પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં બાલવાટીકા ધોરણ ૧, ૯ અને ૧૧ના છાત્રોને બેગ, ગણવેશ, શૈક્ષણિક કિટ, પાઠ્‌યપુસ્તકનું વિતરણ કરાયું હતું. જેમાં રાજ્ય અને જિલ્લાના અધિકારી-પદાધિકારી જાેડાયા હતા. પરંતુ આ વર્ષે પ્રવેશોત્સવ કરવાથી કોઇ ફાયદો ન થયો હોય તેવું જૂનાગઢ જિલ્લામાં જાેવા મળ્યુ હતું. વર્ષ- ૨૦૨૩માં જિલ્લામાં વાવાઝોડાને લઇને પ્રવેશોત્સવનું આયોજન કરાયુ ન હતુ છતા પણ વર્ષ- ૨૦૨૪ના પ્રવેશોત્સવમાં ગત વર્ષ કરતા બાળકો ઘટ્યા છે. જેમાં ધોરણ ૧માં વધારો પરંતુ બાલવાટીકામાં ૭૪૦૧ અને ધોરણ ૯માં ૯૬૪૪ અને ધોરણ ૧૧માં ૩૩૪૨ છાત્રો ઘટ્યા છે. પ્રવેશોત્સવ- ૨૦૨૪માં ધોરણ ૧૧માં ગત વર્ષની સરખામણીએ ૩૩૪૨ છાત્રો ઘટ્યા છે. જે બાબતે જૂનાગઢ જિલ્લા ડીઇઓ ભાવસિંહ વાઢેરે જણાવ્યું કે, આ વર્ષે ધોરણ ૧૦નું પરીણામ ૧૦ ટકા ઓછું આવ્યું છે. તેમજ પ્રવેશોત્સવ પછી પણ પ્રવેશ પ્રક્રીયા ઓગસ્ટ માસ સુધી ચાલનાર છે અને ઘણા છાત્રો ધોરણ ૧૦ પછી ડિપ્લોમાં સહિતના ટેકનીકલ કોર્સમાં જતા રહે છે. જેના કારણે સંખ્યામાં ઘટાડો થયો છે. આ વર્ષે પ્રવેશોત્સવ દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં બાલવાટીકામાં ૮૪૪૧ અને ધોરણ ૧માં ૬૫૦૭ છાત્રોએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં ગત વર્ષની સરખામણીએ બાલવાટીકામાં ૭૪૦૧ છાત્રો ઘટ્યા છે. ધોરણ ૧માં ૧૯૮૫ છાત્રો વધ્યા છે.

error: Content is protected !!