જૂનાગઢના જયશ્રી રોડ ઉપર આવેલ રેલ્વે લાઈનની પ્રોટેકશન વોલ તૂટી : પશુ ટ્રેક ઉપર આવી જતા અકસ્માતનો ભય

0

શહેરના જયશ્રી રોડ ઉપર આવેલ રેલવે લાઈનની પ્રોટેક્શન વોલ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ છે. જેના કારણે પશુઓ અને એમાં પણ વધારે ગૌવંશ રેલવે લાઈન ઉપર ચડી જતા હોઇ ગમે ત્યારે દુર્ઘટનાના કારણે જીવહિંસા થવાની સંભાવના વધી જાય છે. ત્યારે જ્યાં સુધી આ દિવાલ ન બને ત્યાં સુધી જે ટ્રેન નીકળે તેની સ્પીડ એકદમ ધીમી રાખવામાં આવે અને ડ્રાઈવર તે સમયે ટ્રેક ઉપર જ ધ્યાન રાખે તેવી સુચના રેલ્વે તંત્રને આપવા સાંસદ રાજેશ ચુડાસમાને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતન દોશી અને સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેષ સંઘવીએ રજૂઆત કરી છે.

error: Content is protected !!