નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના ૯ પેરા મેડિકલ કોર્સની બેઠકો ઉપર પ્રવેશની ઓનલાઇન રજિસ્ટ્રેશન કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. જેમાં તારીખ ૪થી ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઇન પીન, રજીસ્ટ્રેશન કરી શકાશે. જ્યારે ૫મીથી ૧૬ જુલાઈ દરમ્યાન હેલ્પ સેન્ટર ખાતે અરજી કરવા માટેની તેમ જ અસલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી માટેની પ્રક્રિયા રખાઈ છે. પેરા મેડિકલ કોર્સમાં બીએસસી નર્સીંગ, જીએનએમ, એએનએમ, બીપીટી, બીપીઓ, બીઓટી, બીઓ, બીએનવાઇએસ, બીએકએસએલપી જેવા ૯ પેરામેડિકલ કોર્સમાં રાજ્યભરમાં બીએસસી નર્સિંગની ૪૦૦ સરકારી તથા ૧૪૧૧૫ સેલ્ફ ફાઇનાન્સ બેઠકો, જીએનએમની ૯૧૫ સરકારી, ૧૮૩૮૦ સેલ્ફ ફાઇનાન્સ બેઠક, એએનએમની સરકારી ૬૫૦ અને સેલ્ફ ફાઇનાન્સની ૧૦૧૯૦ બેઠકો, બીપીટીની સરકારી ૩૮૦ અને ૪૫૫૫ સેલ્ફ ફાઇનાન્સ બેઠક, બીપીઓની ૧૦, બીઓટીની ૧૦ સરકારી બેઠકો, બીઓની ૩૧૦ સેલ્ફ ફાઇનાન્સ, બીએનવાયએસની ૩૦ અને બીએએસએલપીની ૫૦ સેલ્ફ ફાઇનાન્સ બેઠક ઉપર તારીખ ૪થી ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઇન પીન, રજીસ્ટ્રેશન કરી શકાશે તેમ જણાવેલ છે. જૂનાગઢના નર્સિંગ પ્રોફેસરએ જણાવ્યું કે, તારીખ ૪ થી ૧૫ જુલાઇ સુધીમાં ૯ પેરા મેડિકલ કોર્ષમાં રજીસ્ટ્રેશન કરી શકાશે. ખાસ કરીને બીએસસી નર્સિંગ, ફીઝીયોથેરાપી, ય્દ્ગસ્(જનરલ નર્સીંગ મીડવાઇફ્રી), છદ્ગસ્(ઓકઝીલરી એન્ડ મીડવાઇફ) આ ૪ કોર્સની વધારે પસંદગી છાત્રો કરી રહ્યા છે. જેમાં ધોરણ ૧૨ માં બી ગૃપથી પાસ કરનાર વિદ્યાર્થીઓની પહેલી પસંદ બીએસસી નર્સીંગ અને ફીઝીયોથેરાપી કોર્સ છે. જેમાં જીએનએમમાં ૬૫ ટકાએ, બીએસસી નર્સિંગમાં ૭૦ ટકાએ, ફીઝીયોથેરાપી ૭૦ ટકા માર્કે છાત્રોને પ્રવેશ મળી રહે છે.