“લગ્નોમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરી તે નાણા શિક્ષણ પાછળ ખર્ચ કરવા” મુસ્લીમ સમાજના આગેવાનોનું આહવાન

0

વેરાવળ પટની મુસ્લીમ સમાજ દ્વારા દોઢ દાયકા બાદ યોજાયેલા સમુહલગ્નોત્સવમાં ૧૨ દુલ્હા-દુલ્હનોએ નિકાહ પઢયા

વેરાવળમાં દોઢ દાયકા બાદ પટની મુસ્લીમ સમાજ દ્વારા સમુહલગ્નોત્સવનું આયોજન કર્યુ હતુ. જેમાં જાેડાયેલી ૧૨ દિકરીઓને આધુનિક ફર્નિચર સાથે જરૂરી તમામ ઘરવખરીની આઈટમો પટની સમાજ દ્વારા કરીયાવરમાં આપવામાં આવી હતી. સમૂહ શાદીમાં દુલ્હાઓને નિકાહ પડાવવાની રસમએ પટની કોમ્યુનિટી હોલ ખાતે તેમજ દીકરીઓની નિકાહની રકમ શાહીગરા કોલોનીમાં યોજાઈ હતી. આ સમુહ શાદીમાં તમામ સમાજના આગેવાનોએ હાજરી આપીને નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ પત્ર થકી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે આશીર્વચન આપતા પટની સમાજના પટેલ અફઝલ પંજાએ જણાવેલ કે,સમાજમાંથી કુરીવાજાે દુર થાય અને લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ પાછળ નાણાં ન વેડફાઈ અને તે નાણાંનો બાળકોના શિક્ષણ પાછળ વાપરીને સામાજીક ક્રાંતિ લાવવાના હેતુસર સમુહ શાદીનું આયોજન કરાયુ છે. લગ્નોત્સવમાં દેખા દેખીમાં થતા ખોટા ખર્ચાઓને રોકીને તે નાણાં સમાજના જરૂરીયાતમંદ બાળકોને શિક્ષિત કરવા પાછળ વાપરશું તો આવનાર સમયમાં બાળકો સમયના તાલ સાથે ચાલીને સફળ કારકિર્દી બનાવી શકશે અને તેના થકી સમાજ સમૃદ્ધ અને શિક્ષિત બની જશે. જેથી સૌ લોકો આ મુહિમમાં જાેડાઈ તેવી અપીલ છે. આ શાદી સમારોહમાં હાજી ફારૂક મૌલાના, હીરાભાઈ જાેટવા, ધારાસભ્ય વિમલ ચુડાસમા, ફારૂકભાઈ સોરઠીયા, પાલીકા પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, બાદલ હુંબલ, અશોક ગુર્જર, જગદીશભાઈ ફોફડી, અશોકભાઈ ગદા સહિત સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!