વેરાવળ ખારવા લોધી જ્ઞાતિના પટેલ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી

0

વેરાવળ ખારવા લોધી જ્ઞાતિના હોદેદારોની વરણી સમાજના પટેલ દામજીભાઈ ફોફંડીએ જણાવેલ કે, ખારવા સમાજની પરંપરા અને રીતરિવાજ મુજબ સમસ્ત ખારવા સમાજ સાંગરપુત્ર ફાઉન્ડેશન હેઠળની સંસ્થા ખારવા લોધી જ્ઞાતિ, (હોડી એશોશીએશન) નાં પટેલ, ઉપપટેલ તથા પંચ ચોવટીયાઓની વર્ષ ૨૦૨૪-૨૫ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જેમાં પટેલ મોહનભાઈ ભારાવાલા દ્વારા સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૩-૨૪ નાં હિસાબો તેમજ કામોની વિગતો રજૂ કરી હતી. જેની નોંધ લઇ વર્ષ ૨૦૨૪-૨૫ માટે મોહનભાઈ ભારાવાલાની પટેલ તરીકે સર્વાનુમતે સતત બીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પટેલ તેમજ પંચ સભ્યો તરીકે ચુંટાયા બાદ સમાજની વિધીવત પ્રણાલિકા મુજબ સાફો બાંધી પ્રથમ કામનાથ મહાદેવનાં દર્શન કર્યા બાદ સમસ્ત ખારવા સમાજનાં કાર્યાલય ખાતે સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી દ્વારા મોહનભાઈને હારતોરા કરેલ હતા. નવી ટર્મમાં મોહનભાઈ છગનભાઈ ભારાવાલાની સાથે ઉપપટેલ લાભુભાઈ ખીમજીભાઈ ગોહેલ, ધનસુખ હરીલાલ વણીક, ચોવટીયા રામજી દેવજી કુહાડા, કાનજી હરિભાઈ ભારાવાલા, અર્જુન ખીમજીભાઈ મરવી, દિપક પ્રેમજીભાઈ માલમડી, જાદવભાઈ રામજીભાઈ ગોહેલ, કેશવભાઈ શામજીભાઈ ગોહેલ, હરેશભાઈ રામજીભાઈ બાદરશાહી, નરશીભાઈ માવજીભાઈ ચોમલ, મોનજીભાઈ શામજીભાઈ વાંદર, નવીનભાઈ ધનસુખભાઈ ફોફંડીની વરણી થયેલ છે.

error: Content is protected !!