જૂનાગઢ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયા પ્રથમ સમૂહ લગ્ન

0

જૂનાગઢના સરદાર પટેલ ભવન ખાતે તારીખ ૧૪ જુલાઈ રવિવારના રોજ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં ૩ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં ભર્યા હતા. આ પ્રસંગે દાતાઓ, સમાજના અગ્રણી મહાનુભાવો, સમાજના પ્રેસ મીડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રથમ સમૂહ લગ્નમાં કન્યાઓને અંદાજીત ૧૦૦ જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. આ સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ પ્રસંગે સમૂહ જ્ઞાતિ ભોજન, જન્માષ્ટમી મહોત્સવ, રામનવમી ઉત્સવ, સરસ્વતી સન્માન સમારોહ, મેડિકલ સહાય, તેમજ અંતિમ સમયે નિઃશુલ્ક અન્નપૂર્ણા ટિફિન સેવા સહિતની વિવિધ સમાજ ની સદપયોગી કાર્યો કરવામાં આવે છે. તેમજ આ ચાલુ વર્ષે દરમ્યાન નવરાત્રી દરમ્યાન પનઘટ રાસોત્સવ સમસ્ત લુહાર સમાજ માટે ફ્રી આયોજન કરવાનો ર્નિણય યુવક મંડળ ટ્રસ્ટનું પગલું આવકારદાયક છે. આ પ્રથમ સમૂહ લગ્નમાં વિવિધ શહેરોમાંથી જ્ઞાતિ પ્રમુખો, ડોકટર જલપન કારેલીયા, મજેવડી પ્રમુખ શાંતિભાઈ ગોહેલ, રાજુભાઇ સમઢીયાળા વાળા, રાજુભાઇ પિત્રોડા, શાંતિભાઈ કવા, તેમજ સિનિયર પત્રકાર વિનોદ મકવાણા, હરેશભાઈ કારેલીયા, જનકભાઈ પીઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવા સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણ, હિતેશભાઈ મકવાણા, કિશનભાઈ જિલકા, અજયભાઈ ગોહેલ, મુકેશભાઈ ચૌહાણ, હિતેસભાઈ કારેલીયા, હરેશભાઇ કારેલીયા, કિશોરભાઈ પરમાર, દિવ્યેશભાઈ મકવાણા, હિરેનભાઈ હરસોરા, અને સુધીરભાઈ ડોડીયાએ રાત દિવસ તનતોડ મહેનત કરી આ પ્રથમ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશભાઇ ચૌહાણે સુંદર રજુઆત સાથે કર્યું હતું. જ્યારે આભાર વિધિ કિશનભાઈ જિલકાએ કરી સર્વોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ખાસ જૂનાગઢ ભારતી આશ્રમના મહંત મહાદેવ ભારતી બાપુએ ઉપસ્થિત રહી નવદંપતિઓ આર્શીવચન પાઠવ્યા હતા.

error: Content is protected !!