કેશોદ મુકામે યોજાયેલ રઘુવંશી સમાજનો સરસ્વતી સન્માન લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સંપન્ન

0

તા.૨૮-૦૭-૨૪ રવિવારના રોજ મહિલા મંડળના પ્રમુખ દિપાલીબેન દેવાણી તથા રાખીબેન કારિયાના આમંત્રણને માન આપીને રઘુવંશી સમાજમાં ૮૫ તેજસ્વી તારલાઓને સન્માનવાનો એક મોકો મળ્યો. મંચસ્થ મહાનુભાવોના સચોટ મંતવ્યો – ઉત્સાહ પ્રેરક ઉદબોધન તથા સમયસર ચાલુ થયેલો પ્રોગ્રામ સમયસર પૂરો થયો. વેલ મેનેજમેન્ટ સાથેનું ભવ્ય આયોજન. ૭૦ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસમાં પ્રથમ સ્થાન મેળવી રઘુવંશી સમાજના હરીશભાઈ ચાંદરાણીએ રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું. તેઓને સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવેલ. ચેતનાબેન મિશ્રાણીના હાથે શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!