શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ

0


શ્રાવણ સુદ સાતમને સોમવાર તા.૧૨-૮-૨૪ના દિવસે બીજાે સોમવાર છે. આખા વર્ષમાં શ્રાવણ મહિનામાં આવનાર સોમવારોનું મહત્વ વધારે હોય છે. મહાદેવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરેલ છે મહાદેવજી આભુષણમાં ચંદ્ર પણ છે. આથી જ મહાદેવજીને ચંદ્રમૌલી કહિએ છીએ અને ચંદ્રના આરાધ્ય દેવ મહાદેવજી છે. આમ ચંદ્રનો વાર સોમવાર છે. આથી શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવજીની પૂજા ઉપાસનાનું મહત્વ વધી જાય છે. જે લોકોને માનસિક અશાંતિ હોય તેવા લોકોએ શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ અથવા એકટાણું રહીને મહાદેવજીને દુધ અને સાકરવાળુ જળ ચડાવવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. શિવ પુરાણમાં મહાદેવજીએ સનત્ક્રુમારોને કહેલું સોમવાર એ મારૂ જ સ્વરૂપ છે સોમવારે મહાજેવજીની ઉપાસના પૂજા કરવાથી ધન વૈભવ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. સોમવારે મહાદેવજીને ૧૧ બીલીપત્ર ચઢાવવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સોમવારનું વ્રત કરી અને સાથે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયની ૩, ૫ અથવા ૧૧ માળા જરૂર કરવી આથી વ્રતનું પૂર્ણ ફળ મળે. જે લોકોની જન્મકુંડળીમાં ભંયકર કેમદ્રુમ યોગ થયો હોય શની ચંદ્રનો વિષયોગ હોય ચંદ્ર રાહુનો ગ્રહયોગ હોય તો શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવજીની પૂજા વ્રત કરવાથી જરૂર રાહત થાય છે અને ચંદ્ર બળમાં વધારો થાય ખાસ કરીને વિદ્યાર્થીઓએ માનિસક સ્થિરતા માટે સોમવારે મહાદેવજીની પૂજા જરૂર કરવી જાેઈએ.

error: Content is protected !!