ખંભાળિયા, ગોઇંજ ગામમાં જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા : મુદ્દામાલ કબજે

0


ખંભાળિયા, ગોઇંજ ગામમાં જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા ઃ મુદ્દામાલ કબજેખંભાળિયા નજીકના ગોઈંજ ગામની સીમમાં અહીંના ડીવાયએસપી ડો. હાદિર્ક પ્રજાપતિની સૂચના મુજબ તેમના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુ ડાવા સંધીયા અને સામરા દાવા સંધીયા નામના બે શખ્સો દ્વારા પોતાની માલિકીના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાથી અહીં પોલીસ સ્ટાફે દરોડો પાડ્‌યો હતો. જ્યાં ઉપરોક્ત બંને શખ્સો દ્વારા જુગારીઓને જુગાર રમવા માટેની સુખ-સુવિધાઓ પૂરી પાડીને તેની બદલામાં નાલના પૈસા ઉઘરાવી ચાલતા આ જુગારધામમાંથી પોલીસે ગઢવી રાજેશ ડાવા સંધીયા, સામરા દાવા સંધીયા, જીવણ પુના સંધીયા, નાથા પ્રભુદાસ સોમૈયા, દિલીપ નારણ લાધવા, રાજેશ માયા મશુરા, કરણસિંહ નવલસિંહ જાડેજા, વિક્રમસિંહ પથુભા જાડેજા અને યશપાલસિંહ યુવરાજસિંહ જાડેજા નામના નવ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૩૨,૪૦૦ રોકડા કબજે લઈ અને આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળિયા નજીકના ભટગામ ખાતેથી પોલીસે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા અજા ગગુ કારીયા, દેવા ભારા કારીયા, નારણ સોમા પરમાર અને દિનેશ મેઘા પરમાર નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂા.૪,૦૨૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

error: Content is protected !!