દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં અભિરાજસિંહ ચાવડા પ્રથમ ક્રમે

0

ખંભાળિયાની જાણીતી એસ.એન.ડી. ટી. શાળામાં ૧૧ મા ધોરણમાં અભ્યાસ કરતા અભિરાજસિંહ ભગવતસિંહ ચાવડાએ નંદાણા ખાતે યોજાયેલી દેવભૂમિ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની શાળા સાથે ચાવડા પરિવારનું પણ નામ રોશન કર્યું છે. અભિરાજસિંહને તેના પી.ટી. શિક્ષક દીપભાઈ ધારાણી અને પર્સનલ કોચ પીન્ટુભાઈ ચોપડાએ અખડામાં કુનેહપૂર્વક તાલીમ આપી, આ સિદ્ધિ મેળવવા સક્ષમ કર્યો હતો. જિલ્લામાં પ્રથમ આવેલા અભિરાજસિંહ હવે રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ સ્પર્ધામાં જવા તૈયારીઓ કરી રહ્યા છે.

error: Content is protected !!