પવિત્ર શ્રાવણ માસમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરે જડબેસલાક-લોખંડી બંદોબસ્ત

0

યાત્રિકોનું સન્માન, સ્વમાન સાથોાથ મંદિરની સુરક્ષા જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસ વડાનો અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત રહેશે

ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં યાત્રિકોનું સન્માન, શ્રધ્ધા જળવાઈ રહે અને સાથોસાથ ગુજરાતનું એક માત્ર ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા ભગવાન સોમનાથ મંદિરે ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ સુપેરે બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. બંદોબસ્તમાં ૧ ડીવાયએસપી, ર પીઆઈ, પ પીએસઆઈ, ૧૩૭ પોલીસ જવાન, ૯૦ એસઆરપી, ૧૩૦ જીઆરડી, ર યોગસ્કવોડ, ૪ ઘોડેશ્વાર પોલીસ, ૧પ કયુઆરટી, ૬ બીડીડીએસ જવાનો, ૧૦ હેન્ડ મેટલ ડીટેકટર, ૮ બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો, પ૬ સીસીટીવીની બાજ નજર રાખશે. એસઓજી, એલસીબી અધિકારીઓ પોલીસ જવાનો મંદિરે વારંવાર મુલાકાત લેતા રહેશે અને એક પીસીઆર વાન મંદિરની આસપાસ અને સમુદ્ર વોકવે ઉપર સતત પેટ્રોલિંગ કરતું રહેશે. માતા-પિતાથી વિખુટા પડેલા બાળકોને શોધી આપવા પોલીસ મદદરૂપ બનશે. સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા વાહનોનું ચેકિંગ પોસ્ટો માટેની રાવટી, ટુકડી અને દર્શન પ્રવેશ એન્ટ્રીગેટ, દિગ્ગવીજય દ્વાર સહિત કુલ ૪ સ્થળે ફ્રેમ મેટર ડીટેકટર અને મંદિર સુધી આવતા રસ્તાઓ ઉપર વાહન પ્રવેશ નિયંત્રણ કે મર્યાદા રાખવામાં આવેલ છે. જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પોતે અંગત રીતે પણ યાત્રિકોની શ્રધ્ધા, સન્માન જળવાઈ રહે અને સાથોસાથ મંદિરની સલામતી સુદ્રઢ રીતે જળવાઈ રહે તેવો બંદોબસ્ત પ્રતિ વર્ષ કરતા રહે છે.

error: Content is protected !!