સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ માસમાં સાંસ્કૃતિક, ધાર્મિક, ડાયરાના કાર્યક્રમો : નૃત્ય, દાંડીયા રાસ હરીફાઈ ભવ્ય આયોજન

0

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટના સહકારથી ગીર-સોમનાથ મીડીયા સેન્ટર આયોજીત શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો, નૃત્ય, દાંડીયા રાસ હરીફાઈઓ યોજાશે

શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ આયોજીત તેમજ ગીર સોમનાથ જીલ્લા બ્રહમ સમાજના, કેટરીગ એસો.ના પ્રમખ મીલનભાઈ જાેષી, મોટા કોળી સમાજ રામભાઈ સોલંકી, વાલ્મીકી સમાજના પ્રવિણભાઈ ચૌહાણ, લોહાણા સમાજના વિપુલભાઈ રાજા તેમજ જેસલભાઈ ભરડા તેમજ સંસ્થાઓ વ્યકતીઓના સહકારથી શ્રાવણ માસમાં પ્રથમ જયોતીલીગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સાંસ્કૃતિ, ધાર્મિક, ડાયરાઓ કાર્યક્રમો નૃત્ય નાટીકા, ગીત સંગીત, દાડીયા રાસ હરીફાઈ હમીરજી ગોહીલ ચોક ભાટીયા ધર્મશાળા ગ્રાઉન્ડમાં વોટરપ્રૂફ ડોમમાં સંપુર્ણ વ્યવસ્થા સાથે યોજાયેલ છે. દરેક કાર્યક્રમો રાત્રે ૮ઃ૩૦ વાગ્યે પ્રારંભ થશે કાર્યક્રમો તા.૫-૮-૨૪ સોમવાર રેખાબેન વાળા એન્ડ ગ્રુપ અને વિજયદાન ગઢવી, તા.૧૦-૮-૨૪ શનિવારે રાજુભાઈ ભટ ગ્રુપ જૂનાગઢ, તા.૧૨-૮-૨૪ સોમવાર કીર્તીબેન અખીયા એન્ડ ગ્રુપ, તા.૧૭-૮-૨૪ શનિવાર જાહલબેન આહીર, વિજયદાન ગઢવી, જુગલભાઈ આહીર, તા.૧૯-૮-૨૪ સોમવાર તેજસભાઈ વ્યાસ એન્ડ ગ્રુપ પ્રવિણભાઈ બારોટ, તા.૨૪-૮-૨૪ શનિવાર જન્માટમી ફેસ્ટીવલ નૃત્ય નાટીકા હરીફાઈ, તા.૨૬-૮-૨૪ સોમવાર દિનેશભાઈ ચુડાસમા જીજ્ઞાશા વાજા એન્ડ ગ્રુપ, તા.૩૧-૮-૨૪ શનિવાર અરવિંદભાઈ રાવળ ચોગઠવાળા એન્ડ ગ્રુપ, તા.૨૯-૨૪ સોમવાર હેમતભાઈ જાેષી એન્ડ ગ્રુપ(રાજકોટ) શ્રાવણ માસના અંતિમ દિવસે વર્ષોની પરંપરા મુજબ શિવા બીટસ ગ્રુપ ભીખુભાઈ અખીયા દ્વારા અર્વાચીન દાંડીયા રાસહરીફાઈ યોજવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના ખેલૈયાઓ ભાગ લઈ શકશે વર્ષોથી શ્રાવણ માસમાં અંતિમ દિવસે દાંડીયા રાસની પરંપરા આટલા વર્ષોથી જણવાય રહી છે વધુને વધુ ખેલૈયાઓ આ હરીફાઈમાં ભાગ લેવા આવે. સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ માસમાં સૌરાષ્ટ્ર ગુજરાત ભારત તેમજ વિશ્વભરના યાત્રીકો તેમજ શિવભકતોને ભવ્ય કાર્યક્રમોમાં લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે. શ્રાવણ માસમાં યોજાનાર આ તમામ કાર્યક્રમોમાં સૌરાષ્ટ્ર ગુજરાત ભારતના તેમજ વિશ્વભરના યાત્રીકો તેમજ શિવભકતોને લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!