શ્રી કષ્ટભંજન દેવ દાદાને શનિવાર નિમિત્તે ફુલો અને ફળોનો શણગાર અને અન્નકૂટ ધરાવાયો

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિતે તારીખ ૩-૮-૨૦૨૪ સવારે ૫ઃ૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા અને ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી ચેરમેન દેવપ્રકાશ સ્વામી-વડતાલધામ દ્વારા કરવામાં આવી હતી. જેનો લ્હાવો હજારો ભક્તોએ લીધો છે. આજે દાદાના સિંહાસને ગુલાબ, ઓર્કિડ સહિત ૭ઃ૦૦ કલાકે દાદાને સફરજન, કેળા, અનાનસ, મોસંબી, નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો. આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસને વિશેષ શણગાર કરાયો છે. જેમાં ૨૦૦ કિલો ગુલાબ અને ઓર્કિડ સહિતના ફુલ સાથે ૫૦૦ કિલો વિવિધ ફળનો શણગાર કરાયો છે. આ ફુલ અને ફળ વડોદરા અને અમદાવાદથી મંગાવ્યા છે. આ શણગાર કરતા ૬ સંત, પાર્ષદ અને ભક્તોને ૪ કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત આજે દાદાને ૧૦૦૮ કેળાનો પણ અન્નકૂટ કરાયો છે.

error: Content is protected !!