“તમાકુયુક્ત જીવનશૈલી છોડી, તમાકુમુક્ત આદતને” તેજસ્વી સ્મિત અને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે જિંદગીને જાેડી સુદ્રઢ ભવિષ્યના નિર્ધાર થકી પ્રતિબદ્ધ બનીએ

0

સમગ્ર વિશ્વમાં તમાકુથી દર વર્ષે ૮૦ લાખ લોકો, જ્યારે ભારતમાં ૧૩.૫૦ લાખ લોકો મૃત્યું પામે છે : નથી વિચાર્યુ તો હવે વિચારો.. “નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ” અંતર્ગત “તમાકુ છોડો કવિટ લાઈન” ટોલ ફ્રી નંબર “૧૮૦૦ ૧૧૨ ૩૫૬” ઉપર સંપર્ક કરીને સલાહ મેળવી તમાકુ છોડી શકાય


પ્રવર્તમાન સમયમાં તમાકુના સેવનથી સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના કેન્સર, હૃદય રોગની બીમારી તેમજ અન્ય બીમારીઓથી દર વર્ષે ૮૦ લાખ લોકો, જ્યારે ભારતમાં ૧૩.૫૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. ભારતમાં તમાકુનું સેવન કરનાર બે વ્યક્તિ દર મિનિટે અને ૨૮૦૦ રોજના તમાકુના કારણે મોતને ભેટે છે. વિશ્વમાં મોંના કેન્સરની સૌથી વધુ સંખ્યા ભારતમાં નોંધાય છે અને જેમાંથી ૯૦ ટકા જેટલા કેન્સર તમાકુના સેવનને કારણે થાય છે. આ તમામ મૃત્યું/માંદગી અટકાવી શકાય તેવા છે. આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે રાજ્યમાં તમાકુ નિયંત્રણ માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે. તમાકુના સેવનથી આરોગ્ય ઉપર પડતી ભયાનક અસરોથી લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા “સિગારેટ્‌સ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ્‌સ એક્ટ – ૨૦૦૩”(ર્ઝ્રં્‌ઁછ) નામનો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ ઘડવામાં આવ્યો છે. જેનો અમલ ગુજરાત રાજ્યમાં તા. ૦૨ ઓક્ટોબર,૨૦૦૮ થી કરવામાં આવ્યો. ૧૧ મી સપ્ટેમ્બર,૨૦૧૨ થી ગુજરાત રાજ્યમાં ગુટખા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. જેનું અમલીકરણ સ્ટેટ ટોબેકો કંટ્રોલ સેલ ગુજરાત રાજ્ય(જી્‌ઝ્રઝ્ર) અને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ(ડ્ઢ્‌ઝ્રઝ્ર) આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમના ઘર-પરિવારમાં નાના બાળકો હોય તેઓ સારી રીતે જાણતા હોય છે કે, નાના બાળકો પરિવારના વડીલ સભ્યોનું અનુકરણ કરે છે. જેવું ઘરમાં શીખવા-સમજવા મળે તેવી પ્રવૃત્તિઓ બાળકો મોટા થઈને કરતા હોય છે. પરિવારના સભ્યોનું વર્તન અને તેમની આદતો બાળકોના માનસ ઘડતરમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમારા બાળકો જ્યારે તમને તમાકુ ખાતા કે અન્ય હાનિકારક દ્રવ્યોનું સેવન કરતા જુએ છે, ત્યારે તેમના મન ઉપર શી અસર થતી હશે ? તમે વિચાર્યુ છે ? નથી વિચાર્યુ તો હવે વિચારો.. આપણને સૌને ખબર છે કે તમાકુ કે પાન-મસાલાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આપણે જાણીએ છે કે, આ પદાર્થોનું સેવન કરવાથી આપણાં આરોગ્ય ઉપર વિપરીત અસર પડી શકે છે, પરંતુ હવે સમય છે જાણવાની સાથે આ પદાર્થોની આદત છોડવાનો. યુવાનોમાં તમાકુનો ઉપયોગ બહોળા પ્રમાણમાં જાેવા મળે છે. યુવા વર્ગ દેશનું ઉજ્જવળ ભાવિ છે, ત્યારે યુવાઓ આ ખરાબ આદતો છોડે તે માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા-કોલેજમાં જઈ વિદ્યાર્થીઓને સમજૂત કરી સંકલ્પ લેવડાવી આ ખરાબ ટેવથી છોડાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
આપણે તમાકુની નહીં, ખોરાકની જરૂર છે ઃ તમાકુ છોડો, એક પગલું સમજદારી તરફ….
તમાકુ જેવું વ્યસન તમે મન મક્કમ હોય તો છોડી શકો છો. રોજ વ્યાયામ, કસરત કરવાથી તમાકુનાં વ્યસનમાંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાયકલ ચલાવવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનની આદત ઓછી થઈ શકે છે. તમે સતત કોઈ કાર્યમાં અટવાયેલા કે વ્યસત રહો તો પણ વ્યસન ભૂલી શકાય તેમ છે. તમાકુ છોડયા પછી થોડા જ દિવસમાં સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતામાં વધારો થાય છે.
તમાકુ છોડવાના ફાયદા
તમાકુ છોડવાથી ૨૦ મિનિટની અંદર તમારા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. ૧૨ કલાકમાં તમારા લોહીમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સામાન્ય થઈ જાય છે અને ત્રણ મહિનામાં ફેફ્સાનું કાર્ય વધી જાય છે. છ મહિનામાં ઉધરસ કે શ્ર્‌વાસની તકલીફ દૂર થાય છે અને એક વર્ષમાં તો હૃદયરોગનું જાેખમ પણ અડધું થઈ જાય છે. તમાકુ છોડવાથી રોગ કે માંદગી પાછળ થતા ખર્ચાઓ બંધ થશે તેમજ બચત વધશે. સામાજિક સ્વીકૃતિ અને પરિવારનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આટલા બધા ફાયદાઓ હોવાથી “આજે જ તમાકુ છોડો” અને સ્વસ્થ જીવનની ચાવી મેળવો.
કેવી રીતે છોડી શકાય તમાકુનું વ્યસન ?
એક અભ્યાસ મુજબ, જ્યારે વ્યક્તિને તમાકુના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે, ત્યારે જ તે વ્યસન છોડવાનો વિચાર કરે છે. મન મક્કમ કરીને તમાકુ સેવન છોડોને પરિવારનો માળો પિંખાતો બચાવો. બાળકોમાં પણ વ્યસન વધી રહ્યા છે, ત્યારે તમાકુ સહિતના તમામ વ્યસનોથી દૂર રાખવા એ આપણા સૌની જવાબદારી છે. તમાકુ છોડવા માટે વૈજ્ઞાનિક પ્રયત્નો પણ બહુ જરૂરી છે. જેમાં સાદી સલાહથી માંડીને કાઉન્સેલિંગ મદદરૂપ થઈ શકે છે. ગુજરાત રાજ્યમાં તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેકવિધ સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાે કોઈ વ્યક્તિ તમાકુ, નિકોટિન ઉત્પાદનો સહિતના કોઈપણ વ્યસન છોડવા માંગતા હોય તો તેઓને આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે “નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (દ્ગ્‌ઝ્રઁ)” અંતર્ગત “તમાકુ છોડો કવિટ લાઈન” શરૂ કરવામાં આવી છે. ટોલ ફ્રી નંબર “૧૮૦૦ ૧૧૨ ૩૫૬” ઉપર સંપર્ક કરીને સલાહ મેળવી તમાકુ છોડી શકાય છે.
તો આવો, તેજસ્વી સ્મિત અને સ્વસ્થ ભવિષ્ય માટે તમાકુમુક્ત જીવનશૈલી માટે પ્રતિબદ્ધ થઈએ. યાદ રાખો, તમાકુ છોડવાથી માત્ર જીવન જ બચતું નથી, પણ તમારા સ્મિતની સુંદરતા પણ જળવાઈ રહે છે. સૌ સાથે મળીને તમાકુ છોડવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવીએ અને તમારી આસપાસના લોકોને પ્રોત્સાહિત કરી,
સંકલન ઃ ભાવિકા લીંબાસીયા

error: Content is protected !!