કોરોના સામેની લડાઈ આપણે જીતવી છે, અને જીતીશું જ : વડાપ્રધાન મોદી

0

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે ‘મન કી બાત’માં કોરોનાનો મુદો ઉઠાવીને દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે દેશની સામે આવેલો કોરોનાનો પડકાર એ અભુતપૂર્વ પડકાર છે અને એનો સામનો આપણે સહુ કરી રહયા છીએ. આપણે કોરોના સામેની લડાઈ જીતવી છે અને જીતીશું જ તેવો દ્રઢ વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વ્યકત કર્યો હતો.
તા. રરમી માર્ચે એક દિવસનાં જનતા કર્ફયુ બાદ તા. ર૪ માર્ચે મધ્યરાત્રીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આદેશ અને સુચનાથી ૧૪ એપ્રીલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન પ્રવર્તી રહયો છે. ભારતભરમાં અગાઉ કયારેય ન થઈ હોય તેવી સ્થિતિ અને સંજાગો પ્રવર્તી રહયા છે. લોકડાઉનનો આજે સાતમો દિવસ છે અને આ સ્થિતિમાં હજુ કેટલા દિવસ રહેવુ પડશે તે નિશ્ચિત નથી. જરૂર પડયે હજુપણ લોકડાઉનની મુદત વધારવી પડે અને તેનો ચુસ્તપણે વધુ કડક રીતે અમલ શરૂ થાય તેવી સ્થિતિમાં લોકોએ પોતાની ફરજ સમજી પોતાની, પોતાનાં પરીવારની, સમાજની અને રાષ્ટ્રની સુરક્ષા માટે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવો જ રહયો.
દરમ્યાન એક તરફ ભારતમાં લોકડાઉન પ્રવર્તી રહયો છે. આવશ્યક સેવાઓ સિવાય બધુ જ બંધ છે. ભારત સરકાર, રાજય સરકારો, વહીવટી તંત્ર દરેક તંત્ર જીવના જાખમે પણ સરાહનીય કામગીરી બજાવે છે. દરમ્યાન લોકડાઉનની સ્થિતિમાં લોકોનાં ધંધા રોજગાર બંધ થતાં આર્થિક કટોકટી પણ ઉદભવી છે. ખાસ કરીને જરૂરીયાતમંદ લોકો, ગરીબ વર્ગ, મજુરો સહીતનાં લોકોનાં ધંધા-કામગીરી બંધ થતાં તેમને પોતાનું અને પરીવારનું પેટ કેમ ભરવું તે જટીલ પ્રશ્ન ઉભો થયો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમનાં વડપણ હેઠળની સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. લોકડાઉનમાં ટ્રેન, બસો, વાહનો, પ્લેન સહીતની સેવાઓ બંધ થતાં બહારથી પેટીયુ રળવા અથવા તો રોજગારી માટે આવેલા લોકોને માટે ધંધો ન હોય તો પરીવાર પાસે જવાની, વતનમાં જવાની દોટ લગાવી અને પગપાળા યાત્રા શરૂ કરી આ બાબતે પણ અંધાધુંધી ફેલાય તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદેશો જારી કરી અને જે લોકોને પોતાનાં વતન જવું હોય તે લોકોને માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં પણ દરેક જીલ્લામાં વતન જવા માંગતા લોકોને માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતમાં કોઈપણ નાગરીકને લોકડાઉનની સ્થિતિમાં જરાય મુંઝવણ ન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકાર દ્વારા સહાય યોજનાઓ જાહેર કરી છે. આ દરમ્યાન ગઈકાલે ‘મન કી બાત’નાં માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાની મહામારીને નાથવા માટેનાં એકમાત્ર ઉપાય એટલે ‘લોકડાઉન’ની ચુસ્તપણે અમલવારી માટેનું આહવાન ફરી એકવાર કર્યુ હતું. એટલું જ નહી ગરીબ ભાઈ-બહેનોને જે મુશ્કેલી પડી રહી છે તેમની માફી માંગી હતી. કોરોનાનો સામનો કરી ઉગરી ગયેલા દર્દીઓને દાદ આપી હતી. અને જીવના જાખમે તબીબી સેવા અને ફરજ નિભાવી રહેલા સેવા કર્મીઓની કામગીરીની પણ સરાહના કરી હતી. ‘મન કી બાત’માં નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે કોરોનાં સામેની લડાઈ આપણે જીતવી છે અને જીતીને જ રહીશું એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

error: Content is protected !!