રાજકોટમાં એકજ દિવસમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા સન્નાટો આભાર – નિહારીકા રવિયા

0
રાજકોટ તા. ર૮
રાજકોટમાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જેટલા લોકોના સેમ્પલ પરીક્ષણ માટે જામનગર મોકલાયા હતા તેમાંથી ૮ સેમ્પલ નેગેટિવ આવ્યા છે જયારે ત્રણ વ્યકિતનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા છે જે ત્રણ જેટલા લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે તેમાં બે મહિલાઓ અને એક યુવકનો સમાવેશ થાય છે. ત્રણેય લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે તમામ લોકો મયુરધ્વજ સિંહ ઝાલાના સંપર્કમાં આવ્યા હતા
મયુરધ્વજ સિંહ ઝાલાનો પોઝીટીવ રિપોર્ટ ૨૪ માર્ચના રોજ આવ્યો હતો. બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા ત્યારે આજે રિપોર્ટ સામે આવ્યો છે. તે રિપોર્ટમાં ગઈકાલે જે રાકેશ હાપલિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની ૩૩ વર્ષીય પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સાથે જ મયુરધ્વજ સિંહ ઝાલાના સંપર્કમાં આવેલા ૩૭ વર્ષીય અને ૩૯ વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ મયુરધ્વજ સિંહ ઝાલાના કારણે અન્ય ચાર લોકોના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર રહેતા માતા-પુત્ર નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હાલ માતા-પુત્ર રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. હાલ જે ૮ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાંથી ત્રણ જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે કે પાંચ જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.