બિલખાનાં સરપંચે નાના વ્યવસાયકારો અને મજુરોને સહાય કરવા સરકારની રજુઆત કરી

0

આજે સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે સંઘર્ષ કરી રહેલ છે. ત્યારે સૌથી કપરી પસ્થિતિનો સામનો નાનો વ્યવસાય કરતાં મધ્યમવર્ગના વેપારીઓ, મજુરો, ફેરીયાઓ તેમજ ચાની હોટલ અને પાન બીડીની દુકાન ધરાવતાં લોકો કરી રહ્યાં છે. છેલ્લાં પચ્ચીસ-પચ્ચીસ દિવસથી લોકડાઉનને કારણે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને સરકારને પુરતો સહકાર આપતા તમામ પ્રકારના ધંધાર્થી-વેપારીઓને સરકાર દ્વારા તાત્કાલીક આર્થિક સહાય આપવામાં આવે એવી બિલખાનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ સરકારને નમ્ર રજુઆત કરેલ છે. જા આવા લોકોને તાત્કાલિક આર્થિક સહાય નહીં મળે તો તેઓનું જીવવું મુશ્કેલ બની જાશે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે આર્થિક પેકેજ જાહેર કરી સહાય કરે એ જનતા અને વેપારીઓના હીતમાં છે.