કેશોદ પોલીસ સ્ટેશનમાં સેનિટાઈજર ટનલ મશીન મુકવામાં આવ્યું

0

કેશોદના જાગૃત ખેડુત તથા વિદ્યાર્થીઓએ લોક ડાઉનનો સદઉપયોગ કરી કોરોના વાયરસના સંક્રમણ સામે ફાયદાકારક અનોખું ડીઝીટલ સેનિટાઈજર ટનલ મશીન બનાવ્યું છે જે પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યું છે. હજુ પણ વધુ સેનિટાઈજર ટનલ મશીન સેવામાં મુકવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. કેશોદના જાગૃત ખેડુત ડાયાભાઈ દેસાઈએ લોકડાઉનના સમયમાં ઘરે રહી આણંદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિશાલ અગ્રાવતના વિચારો દ્વારા કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે એક ડીઝીટલ સેનિટાઈજર ટનલ મશીન બનાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટનલ મશીન બનાવનાર જાગૃત ખેડુત ડાયાભાઈ દેસાઈ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમના દેસાઈ અમૃતબેન સવજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુકિતરથ સેવા ઉપરાંત વિકલાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય, શૈક્ષણિક સહાય, ગરીબ દિકરીના લગ્નમાં કરીયાવર તેમજ વિનામુલ્યે નેત્રયજ્ઞ, સ્વાઈન ફ્‌લૂ સામે રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહીતના નિસ્વાર્થ ભાવે સેવાકીય કાર્યો કરવામાં આવે છે.