મહારાષ્ટ્રનાં પાલઘર પાસે થયેલ બે સંતો અને ડ્રાયવરની હત્યામાં સંડોવાયેલ ર૦૦ જેટલા આરોપી સામે સખ્ત પગલા લ્યો : પૂ. ભારતીબાપ

ગત ૧૬ એપ્રિલનાં રોજ શ્રી પંચદશનામ જૂના અખાડાનાં સંત કલ્યવૃક્ષ ગીરી અને સુશીલગીરી તેમના ડ્રાયવર નિલેશતેલગડે સાથે તેમના ગુરૂ રામગીરીજીનાં અંતિમ સંસ્કાર વિધીમાં જયાં મુંબઈ થી ગુજરાત આવી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રનાં પાલઘર થાના કાસા ક્ષેત્રમાં ર૦૦ જેટલા લોકોના ટોળાએ આ ત્રણેય ઉપર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારેલ હતા. આ ઘટનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે કડક અને દાખલારૂપ સજા કરવા મહામંડલેશ્વર વિશ્વભર ભારતીજી મહારાજએ માંગણી કરી છે. આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી અને આરોપીઓને યોગ્ય સજા કરવામાં નહી આવે તો ગીરનારનાં સાધુ સંતો સાંખી નહી લ્યે અને ઉગ્ર આંદોલન કરશે તેમ જણાવ્યું છે.

error: Content is protected !!