જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભગવાન પરશુરામની જન્મજયંતિની આજે સાદાઈથી ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં માર્ગદર્શક અને પરશુરામ યુવા સંસ્થાનના આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ જાષી, પ્રવકતા જયંતભાઈ ઠાકર, સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જાષીએ જણાવ્યું છે કે જગતનાં આરાધ્ય દેવ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ વર્ષો પહેલાં ભગવાન દેવાધિદેવ મહાદેવનાં સાંનિધ્યમાં કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ ઉજવણી સૌરાષ્ટ્રભરમાં ભુદેવો દ્વારા ધામધુમથી કરવામાં આવતી હતી એટલે કે પરશુરામ જન્મજયંતીનાં દિવસે ભગવાન પરશુરામજીનું પૂજન-અર્ચન, યજ્ઞ કે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોનાનાં સંક્રમણનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છનાં ભુદેવોને પરશુરામ જન્મજયંતિની ઉજવણીની અપીલ કરતા અભયભાઈ ભારદ્વાજ, છેલભાઈ જાષી, જયંતભાઈ ઠાકર અને હરેશભાઈ જાષીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઘરમાં જ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે પૂજન-અર્ચન, યજ્ઞ કે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતુ હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોનાનાં સંક્રમણનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છનાં ભુદેવોને પરશુરામ જન્મજયંતિની ઉજવણીની અપીલ કરતા અભયભાઈ ભારદ્વાજ, છેલભાઈ જાષી, જયંતભાઈ ઠાકર અને હરેશભાઈ જાષીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઘરમાં જ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે પૂજન-અર્ચન, આરતી કે સોશ્યલ મીડીયાનાં માધ્યમથી પ્રચાર-પ્રસાર અને સાંજે ઘરની બાલ્કની કે અગાશીમાં દિવડા પ્રગટાવી ઘંટારવ સાથે ઉજવણી કરવી. આ પાવન પ્રસંગને યાદગાર બનાવવાની અપીલ સાથે સૌરાષ્ટ્ર-કચ્છનાં ભુદેવોને ભગવાન પરશુરામજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ સમસ્ત બ્રહ્મ સમાજ જીલ્લા પ્રમુખ પંકજભાઈ રાવલ, ઉપલેટા બ્રહ્મસમાજ અગ્રણી જયેશભાઈ ત્રિવેદી, જેતપુર પરશુરામ સેનાનાં હિતેષભાઈ જાષી, અશોક ઠાકર, અલ્પેશભાઈ વ્યાસ, ગોંડલ બ્રહ્મસમાજ અગ્રણી જીતુભાઈ આચાર્ય, વડીયા બ્રહ્મસમાજ અગ્રણી અશ્વિનભાઈ મહેતા, પ્રાંચી બ્રહ્મસમાજનાં પ્રમુખ ગીરીશભાઈ પંડ્યા, પ્રવિણભાઈ જાષી, વાંકાનેર બ્રહ્મસમાજ અગ્રણી અમીતભાઈ મઢવી, મોરબી બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યા, જામનગર બ્રહ્મસમાજ અગ્રણી ત્રિવેદીભાઈ, જૂનાગઢ બ્રહ્મસમાજ મહિલા પાંખ અગ્રણી કનકબેન વ્યાસ, મનીષાબેન દવે, કોડીનાર બ્રહ્મસમાજ અગ્રણી સંજયભાઈ જાષી, વેરાવળ બ્રહ્મસમાજ અગ્રણી મીલનભાઈ જાષી, અમરેલીનાં બ્રહ્મસમાજ અગ્રણી ઉદયનભાઈ ત્રિવેદી, દાડીયા ગામનાં દાળેશ્વર ટ્રસ્ટનાં પ્રમુખ અનંતભાઈ ભટ્ટ સહિતનાં સાથે બ્રહ્મસમાજનાં અગ્રણીઓએ અપીલ કરેલ છે.

error: Content is protected !!