હાલ કોરોનાવાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ હોય ત્યારે પોલીસ દ્વારા ખડે પગે રહી અને ફરજ બજાવવામાં આવી રહી છે પોલીસનો પણ પરિવાર હોય છે અને કયારેક પોલીસ જવાન પણ પોતાની ફરજ બજાવવાનાં સ્થળે આવતા પાંચ મિનિટ મોડા થઈ જાય તો તેની સામે પણ શિસ્તભંગનાં પગલા લેવામાં આવી રહેલ છે. આવો એક કિસ્સો બહાર આવેલ છે. જેમાં એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ બેડામાં કચવાટની લાગણી ફેલાઈ છે. બીજી બાજુ અનેક સવાલો ઉઠી રહ્યા છે જેમાં થોડાક દિવસ પહેલા જૂનાગઢમાં ૬૦ લાખનો દારૂ પકડાયો આ દારૂ જૂનાગઢની જ બોર્ડરમાંથી પસાર થયો અને કેશોદ સુધી પહોંચી ગયો ત્યારે કેશોદ પોલીસે નહીં પરંતુ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચે આ દારૂ ને પકડી પાડયો હતો. જે અંગે પણ અનેક સવાલો ઉઠી રહયા છે. જા પાંચ મિનિટ મોડો મળનાર પોલીસકર્મીને કેશોદ પોલીસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે તો પછી દારૂનો મોટો જથ્થો જયારે એક વિસ્તારમાં ઘુસી જાય છે ત્યારે એ વિસ્તારનાં જવાબદાર અધિકારી સામે કેમ કોઈ પગલા લેવામાં આવતા નથી ? તેવા સવાલો આજે કેશોદ પોલીસ બેડામાંથી ઉઠી રહયો છે.