જૂનાગઢ કલેકટર કચેરીનાં કર્મચારી-અધિકારીઓનું હેલ્થ ચેકઅપ કરાયું

0

કોરોનાં સંક્રમણ સામે જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૩ લાખની વસ્તી માટે હાર્દરૂપ ફરજ બજાવતા કલેકટર કચેરી જૂનાગઢનાં તમામ અધિકારીઓ, કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરાયુ હતુ. સીવીલ હોસ્પીટલનાં એમ.ડી. પલ્મોનરી અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. ચિંતન યાદવ અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સ્ક્રિનીંગ બ્લડ પ્રેસર ડાયાબીટીસ સહિત સંપુર્ણ મેડિકલ ચેકઅપ કરાયુ હતુ.  જિલ્લાની કાયદો અને વ્યવસ્થા,શ્રમિકોનાં પ્રશ્નો, આશ્રય સ્થાનો નક્કી કરવા, રાશન વિતરણ વ્યવસ્થા ગોઠવવી, સમગ્ર જિલ્લાને કોરોનાં મુક્ત રાખવા વિવિધ કામગીરી સાથે સંકળાયેલ નિવાસી અધીક કલેકટર ડી.કે.બારીઆ, ઉપરાંત કલેકટર કચેરીનાં ચીટનીસ સી.કે.ટાંક,કે.આર.હેદપરા,પી.આર.ઓ રાજુ પરમાર ઉપરાંત પુરવઠા બ્રાન્ચ, આયોજન શાખા, વહિવટ શાખા જમીન બ્રાન્ચ, ચુંટણી શાખા, પી.આર.ઓ બ્રાન્ચ, એમ.એ.જી બ્રાન્ચ સહિત તમામ નાયબ મામલતદારો રેવન્યુ કલાર્ક કોમ્પ્યુટર ઓપરેટર સહિત વર્ગ-૪નાં ૧૧૫ થી વધુ કર્મચારીઓ-અધીકારીઓનું હેલ્થ ચેકઅપ કરાયુ હતુ.  ઉલ્લેખનિય છે કે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીના માર્ગદર્શન તળે નિવાસી અધિક કલકેટર ડી.કે..બારીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ગોવાણી, સહિત તમામ રેવન્યુ અધિકારીઓ-કર્મચારીઓ લોકો માટે સતત ફરજ બજાવી જિલ્લાને હજુ સુધી કોરોના મુક્ત રાખવામાં સફળ થયા છે. સતત ફરજ બજાવતા આ કર્મચારીઓનાં આરોગ્યની જાળવણી માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું હતું.

error: Content is protected !!