ગીર સોમનાથ જીલ્લાનાં લેવાયેલ ૪૪ સેમ્પલમાંથી ૧૪નો રીપોર્ટ નેગેટીવ આવ્યો : ૩૦ બાકી

ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડાના વાવડીનો વ્યકિત કોરોના પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગે સઘન કામગીરી હાથ ધરી છે. જેમાં સુત્રાપાડા પંથકમાંથી ૧૦ સહિત ગીર સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી કુલ ૪૪ સેમ્પ્લ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. જેમાંથી ગઈકાલે ૧૪નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જયારે ૩૦ સેમ્પલનો રીપોર્ટ બાકી છે. વેરાવળમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે આવેલા ૩ દર્દીઓનો નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે.  આરોગ્ય વિભાગની ટીમોએ સુત્રાપાડા તાલુકાના વાવડી, ઉંબરી, મોરાસા, બાવાની વાવ, વડોદરાઝાલા, પ્રશ્નાવાડા વાડી વિસ્તારના ગામોના ૨,૦૧૦ ઘરોનો સર્વે કરી ૧૧,૩૫૪ લોકોના આરોગ્યની તપાસણી કરી છે. ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત કરાયેલ કવોરોન્ટાઇન ફેસેલીટી કેન્દ્રો ખાતે ૪૧ જેટલા લોકોને રાખવામાં આવ્યા છે.

error: Content is protected !!