ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાં આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહયુ છે. વેરાવળ તથા કોડીનારના એક-એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ જે બંન્નેના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. ગઈકાલે વધુ બે શંકાસ્પદ દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડા તાલુકાના વાવડી ખાતે કોરોના વાયરસનો કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગની ૩૩ ટીમો દ્વારા ર૮ દિવસ સુધી કલસ્ટર વિસ્તારમાં લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહેલ છે જેમાં ર૦૧૦ ઘરનો સર્વે કરાવી ૧૧,૩પ૪ વ્યકિતઓનું હેલ્થ ચેકઅપ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જેમાં વાવડી, ઉંબરી, મોરાસા, બાવાની વાવા, વડોદરા ઝાલા, પ્રશ્નાવડા વાડી વિસ્તારના ગામોમાં કામગીરી કરવામાં આવેલ છે.