જૂનાગઢ શહેરમાં આવેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ પરિવારમાં આનંદની અનુભુતિ અને પારણા બંધાવવાનાં અવસરો આવ્યાં રાખે છે. વધુ એક સિંહણે બચ્ચાંને જન્મ આપ્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય કે જે એશિયાઈ સિંહનાં સંવર્ધન માટે પ્રખ્યાત છે અને આ કેન્દ્રમાં તા.રપ-૪-ર૦ર૦નાં રોજ સિંહણ ડી-૧૩ અને સિંહ નર આંકોલવાડીનાં સંયોગથી સફળ બ્રિડીંગથી ત્રણ બચ્ચાંનો જન્મ થયો છે જેમાં એક નર અને બે માદા છે.
હાલ સિંહણ તેનાં બચ્ચાંની સારસંભાળ રાખે છે અને તેનું સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત સિંહણનાં ખોરાકમાં થોડોક વધારો કરી તેમાં જરૂરી તમામ મિનરલ્સ અને વીટામીન આપવામાં આવતું હોવાનું નિયામક ડો.અભિષેકકુમાર તેમજ ડો.આર.એફ.કડીવારે જણાવ્યું હતું.