ગીર સોમનાથ જિલ્લાના શંકાસ્પદ ૨૮ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યો

0

ગીર સોમનાથ જીલ્લાના વાવડીનો વ્યકિત ચાર દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ગીર સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી બે દિવસ પૂર્વે ૪૬ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૮ લોકોના નમુના નેગેટીવ આવેલ હતાં. જયારે ૨૮ ના રીપોર્ટ બાકી હતી. બાકીના ૨૮ ના રીપોર્ટ ગઈકાલે નેગેટીવ આવતા તંત્રે હાશકારો લીધો હતો. ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત કોરોન્ટાઈન ફેસેલીટી કેન્દ્રોમાં સુત્રાપાડામાં ૧૦, કોડીનારમાં ૩૧, તાલાળામાં ૩૮ નિરિક્ષણ હેઠળ રાખવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં વધુ બે શંકાસ્પદ દર્દીના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના વાવડી ગામનો વ્યકિત કોરોના પોઝીટીવ આવ્યા બાદ તંત્ર દ્વારા વાવડી અને ઉંબરી બંન્ને ગામો સીલ કરી દીધા હતા. બંન્ને ગામના લોકોના બહાર નિકળવા ઉપર પ્રતિબંધ ફરમાવી ઘરબેઠા આવશ્યક વસ્તુઓ પહોંચાડવા તંત્રએે આયોજન કર્યુ છે. આ બંન્ને ગામોમાં ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશની સુચનાથી જીએચસીએલ ફાઉન્ડેશન અને સામાજીક સંસ્થાઓએ ૧૫ દિવસ સુધી ચાલે તેવી બે હજાર જેટલી રાશનની કીટો તૈયાર કરી હતી. આ કીટો વાવડી અને ઉંબરી ગામમાં રહેતા પરપ્રાંતિય મજુરો અને તાલુકાના જરૂરીયાતમંદ લોકોને પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, મામલતદાર અજય ઝાપડા, ટીડીઓ આર.વી. ઓડેદરાએ વિતરણ કરી હતી.

error: Content is protected !!