ગીર સોમનાથ જીલ્લામાં કોર્ટમાં પ્રથમ વખત જામીન અરજીની ઓનલાઇન સુનાવણી થઇ

0

ગીર-સોમનાથ જીલ્લા કોર્ટમાં લોકડાઉનના કારણે સૌપ્રથમ વાર વીડીયો કોન્ફરન્સ થકી જામીન અરજીની સુનાવણી હાથ ધરાયેલ જે જામીન અરજી ના મંજૂર થયેલ હતી. ગીર- સોમનાથ જીલ્લાના ઉનાના મોઢેશ્વરી શોરૂમના ભાગીદારો સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૭૧ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. આ ગુનામાં આરોપીઓએ જીલ્લા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે ઓનલાઇન અરજી કરાયેલ હતી. જીલ્લા માં સૌ પ્રથમવાર એડી.સેશન્સ જજ બી.એલ. ચોથાણીની કોર્ટ સમક્ષ વીડીયો કોન્ફરન્સથી આ આગોતરા જામીન અરજીની દલીલો થયેલ હતી. જેમાં સરકાર પક્ષે આરોપીઓને આગોતરા જામીન ન આપવાનું જણાવેલ હતું.

error: Content is protected !!