જૂનાગઢ શહેર જીલ્લામાં કઈ બજારો ખુલ્લી રહેશે તે અંગે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર

0

જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લામાં વેપારીઓને કઈ દુકાન ખુલ્લી રાખવી ? તે બાબતે ભારે અસમજ પ્રવર્તી રહી હતી અને આવી મુંઝવણભરી પરિસ્થિતીનો ઉકેલ લાવવા અને કન્ફયુઝન દુર કરવા માટે ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા વેપારીઓ માટેની અગત્યની માર્ગદર્શિતા એટલે કે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને તેમાં જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી બજારોને આઈડેન્ટીફાઈ કરવામાં આવેલ છે તેમજ જૂનાગઢ સોરઠ જીલ્લાની વિવિધ નગરપાલિકા વિસ્તારમાં આવતી બજારોને આઈડેન્ટીફાઈ કરી અને વેપાર, રોજગાર, ચાલુ રાખવા કે નહીં તે બાબતની સ્પષ્ટતા કરતું જાહેરનામું બહાર પાડી અને વેપારીઓની મુંઝવણ દુર કરવામાં આવી હતી. આ સાથે  જે આવશ્યક સેવાઓને મંજુરી આપવામાં આવી છે તેઓએ પણ નિયમોની અને શરતોની ચુસ્ત અમલવારી કરવી પડશે અને તેમાં પણ જા કોઈએ નિયમનો ભંગ કર્યો હશે તો તેમની સામે કડક કાર્યવાહી નિયમોનુસાર કરવામાં આવશે તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં વાંચકો માટે અત્રે ખાસ વિગતવાર માહિતી સાથેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
કોરોનાનાં ગંભીર પ્રકારનાં રોગચાળા સામે દેશભરમાં એક મહાયુધ્ધ ચાલી રહ્યું છે અને જેને પરિણામે લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ લોકડાઉનનું અમલીકરણ ચુસ્તપણે થઈ રહ્યું છે. જીલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સતત ચાંપતી નજર હેઠળ તકેદારીનાં પગલાં લઈ રહ્યાં છે. આ દરમ્યાન ગત તા.ર૬ અને રવિવારનાં રોજ ગુજરાત રાજયમાં વેપાર-ધંધા-રોજગારને શરતી મંજુરી અને છુટ આપવામાં આવી હતી. ગઈકાલે એટલે કે સોમવારનાં રોજ જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ વેપાર-ધંધા-રોજગારનાં કામકાજા શરૂ થયાં હતાં. પરંતુ વેપારી વર્ગ અને ધંધાર્થીઓને એક ખુબ જ મુંઝવણભરી પરિસ્થિતી હતી કે આપણે વેપાર-ધંધા ખોલવા કે નહીં ? જેથી વેપારીઓની મુંઝવણ અને દુકાન ખોલવા બાબતની વિસંગતતા ભરી સ્થિતી સર્જાઈ હતી. ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા તાત્કાલીક અસરથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા અધિકારીઓ સાથે એક બેઠક પણ કરવામાં આવી હતી અને આ તકે તેઓશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે કઈ બજારો ખુલશે ?, કઈ બજારો બંધ રહેશે ? તે અંગેનો જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ છે અને ખાસ કરીને મોટી બજારો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મોટી બજારો અંગેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જૂનાગઢમાં કુલ ર૮ બજારોને આઈડેન્ટીફાઈ કરવામાં આવી છે.
જેથી આ બજારનાં વેપારીઓએ તેમની દુકાનો ખોલવાની થતી નથી. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લામાં કુલ ૧૦૧ બજારો બંધ રહેશે તેવું આ જાહેરનામા ઉપરથી જાણી શકાય છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં જૂનાગઢ શહેરની બજારો તેમજ જીલ્લામાં આવતી બજારો અંગેની સ્પષ્ટ માહિતી દર્શાવી છે અને તેને આઈડેન્ટીફાઈ કરી છે. આ ઉપરાંત દર્શાવેલા વિસ્તારોમાં જે મંજુરીવાળી આવશ્યક ચીજવસ્તુઓનાં એકમો હશે તે ચાલુ રહેશે, બાકીનાં એકમો, તમામ નાની-મોટી દુકાનો ઉપર પ્રતિબંધ લાદવમાં આવેલ છે અને જ્યાં મંજુરી આપવામાં આવી છે અને દુકાનો ખોલવા અંગેની ત્યાં પણ શરતોનું પાલન ખુબ જ કરવું પડશે. ખાસ કરીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવું, સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવી, માસ્ક ફરજીયાત પહેરવું અને માસ્કને જ્યાં-ત્યાં ફેકવું નહીં. તેમજ સેનેટાઈઝરની ખાલી બોટલો માટે ડિસ્પોઝેબલ અલગ પ્લાસ્ટીક બેગ તેમજ ડસ્ટબીનની વ્યવસ્થા કરવાની રહેશે. આમ નિયમોનાં ચુસ્તપાલન કરવા બાબતે પણ આચારસંહિતા જારી કરવામાં આવી છે અને જે કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તે એકમ, સંસ્થા સાથે કડક કાર્યવાહી નિયમોનુસાર કરવાનો નિર્દેશ જીલ્લા કલેકટરશ્રીએ આપ્યો હતો.

 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં આવેલી મુખ્ય બજારોને આઈડેન્ટીફાઈવ કરાઈ

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર
માંગનાથ રોડ, હવેલીગલી, માલીવાડા રોડ, મહાલક્ષ્મી સ્ટ્રીટ, દાણાપીઠ, સોની બજાર, સંઘાડીયા બજાર, માંડવી ચોક, જગમાલ ચોક, ઢાલ રોડ, દિવાન ચોક, છાંયા બજાર, આઝાદ ચોક પોસ્ટ ઓફીસ રોડ, એમ. જી. રોડ, ચીતાખાના ચોક પોલીસ ચોકીથી કાળવા ચોક સુધી, ગાંધી ચોક વિસ્તાર, વૈભવ ફાટકથી બસ સ્ટેન્ડ સુધી, તળાવ દરવાજાથી ગાંધી ચોક સુધી, વણઝારી ચોક, જયશ્રી રોડ, દાતાર રોડ, મોતીબાગ વિસ્તાર, ટીંબાવાડી, મધુરમ બાયપાસ વિસ્તાર, ઝાંઝરડા મેઈન રોડ, ગિરીરાજ મેઈન રોડ, આંબાવાડી હીરા બજાર વિસ્તાર, જાષીપરા શાકમાર્કેટ, સરદારપરા મેઈન રોડ, ફાર્મસી ફાટક તથા નંદનવન મેઈન રોડ, ખામધ્રોળ રોડ, ખલીલપુર રોડ, ભવનાથ વિસ્તાર, ગિરનાર દરવાજા મેઈન રોડ, જવાહરરોડથી દિવાન ચોક, કડીયાવાડ વિસ્તાર, સરદારબાગથી બસ સ્ટેન્ડ, સરદારનાં બાવલાથી ટીંબાવાડી ગેઈટ સુધીનો મેઈન રોડ સુધીનો વિસ્તાર.

વંથલી નગરપાલિકા વિસ્તાર
જૂનાગઢ દરવાજાથી આવેલ મેમણ પ્લાઝાથી આઝાદ ચોક જુની નગરપાલિકા કચેરી સુધીનો વિસ્તાર.

માણાવદર નગરપાલિકા વિસ્તાર
ગાંધીચોકથી બહારપુરા દુધાધારી રોડ સુધી, પોલીસ સ્ટેશનથી નવી મામલતદાર ઓફીસ સુધી, વિદ્યાર્થી બુક સ્ટોરથી મોચી ગલી અને પ્રતિક મેડીકલ સ્ટોરવાળી બજારથી લઈ બસ સ્ટેન્ડ સુધી, સિનેમા ચોકથી મિતડી રોડ સુધીનો વિસ્તાર.

બાંટવા નગરપાલિકા વિસ્તાર
નગરપાલિકા કચેરીથી ઘાસપીઠ ચોક સુધી, ઘાસપીઠ ચોકથી નાનડીયા રોડ જય અંબે મદિર સુધી, ઘાસપીઠ ચોકથી ઉત્તર તરફ જુના પોલીસ સ્ટેશન સુધીનો વિસ્તાર.

કેશોદ નગરપાલિકા વિસ્તાર
એરપોર્ટથી ફુવારા ચોક સુધી, ચાર ચોકથી એન.પી. કોલેજ સુધી, ચારચોક થી ચાંદીગઢ પાટીયા સુધી, જૂનાગઢ રોડ, આહિર સમાજથી વેરાવળ રોડ, સોની બજાર, સમગ્ર આંબાવાડી વિસ્તાર, રાજ સિનેમા રોડ, શરદચોકથી જુની બજાર લીમડા ચોક સુધી, અમૃતનગર મેઈન રોડ સુધીનો વિસ્તાર.

માંગરોળ નગરપાલિકા વિસ્તાર
લીમડા ચોકથી ગાંધી ચોક મેઈન બજાર, જેલ ઝાંપાથી લીમડા ચોક, લીમડા ચોકથી ટાવર ચોક, લીમડા ચોકથી શાપુર દરવાજા, ગાંધીચોકથી બજાર ઝાપા, ગાંધીચોકથી મુકતુપુર ઝાપા, ગાંધી ચોકથી ગાંધી બજાર અને લોખંડ બજાર, જેલ દરવાજાથી નવા બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડથી બંદર ઝાંપા, નવા બસ સ્ટેન્ડથી વેરાવળ ચોકડી, ટાવર ચોકથી કેશોદ ચોકડી, જુના બસ સ્ટેન્ડથી બહારકોટથી દાણાપીઠ સુધીનો વિસ્તાર.

વિસાવદર નગરપાલિકા વિસ્તાર
જૂનાગઢ રોડ જીવનેશ્વર ગેરેજથી કનૈયા ચોક સુધી, રેલ્વે સ્ટેશન, હનુમાનજી મંદીર પાસેથી રામજી મંદીર સુધી, હવેલી ગલીનો વિસ્તાર.

error: Content is protected !!